Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શું આરોપ લગાવ્યા, જુઓ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે ટીપી મુકવાના અને ખોલવાના મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ સરકારની ભ્રષ્ટાચાર કરવાની યુએસપી જમીન છે. તેમણે કહ્યું કે ભાજપના મુખ્યમંત્રીઓ હવà«
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શું આરોપ લગાવ્યા  જુઓ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે ટીપી મુકવાના અને ખોલવાના મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. 
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ સરકારની ભ્રષ્ટાચાર કરવાની યુએસપી જમીન છે. તેમણે કહ્યું કે ભાજપના મુખ્યમંત્રીઓ હવે જમીનનો વિભાગ પોતાની પાસે રાખતા થયા છે.હાલના મુખ્યમંત્રીએ પણ જમીનનો વિભાગ પોતાની પાસે રાખ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ લડી ઝઘડીને જમીનનો વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ મારી આ પત્રકાર પરિષદનો જવાબ આપે અને વિજયભાઇ મને નોટિસ આપે તો હું ખુશ થઇ જઇશ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીપી મુકવાના અને ખોલવાના ભ્રષ્ટાચાર થાય છે. 
તેમણે વધુમાં કહ્યું કે  સુરત શહેરની પુનરાવર્તિત યોજના 2035ની યોજના તૈયાર કરાઈ હતી તથા 2015માં સુડાએ 115 ગામનો નકશો તૈયાર કર્યો. 985 કિલોમીટરનો નકશો તૈયાર કરી સુડા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યસરકારને મોકલ્યો હતો. સરકાર પાસે તેમાં ફેરફાર કરવાના અધિકાર હોતા નથી.આ DP અરજી મંજૂર થઈ અને તેમાં 400 જેટલી વાંધા અરજી આવી હતી. તેમણે કહ્યું કે સરકારના સૂચનો સુડામાં અથવા SMCમા જવા જોઈએ. CMએ એવી નોંધ મૂકી કે લોકપ્રતિનિધિના સૂચનો મને મોકલો. સુડા હોવા છતાં અન્ય એક સલાહકાર સમિતિ બનાવવામાં આવી હતી તેમ મોઢવાડીયાએ ઉમેર્યું હતું. 
ગુજરાત કોંગ્રેસના મુખ્ય બે નેતા એટલે કે પ્રમુખ જગદીશ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વચ્ચેનો વિખવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે.આવતીકાલે હાર્દિક પટેલના પિતાજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. હાર્દિક પટેલે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં મુખ્યમંત્રીથી લઈને ભાજપના અનેક નેતાઓને આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રમુખ, પ્રભારી અને અન્ય નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.કોંગ્રેસના નેતાઓ હાર્દિકની નારાજગી વચ્ચે આ સામાજિક કાર્યક્રમમાં જશે કે નહિ તેવા સવાલના જવાબમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જવું કે નહિ તે અંગે અમે વિચાર કરીશું.વિચાર કર્યા બાદ નક્કી કરીશું.
અધિકારી અને પદાધિકારીઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપેલા નિવેદન પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, અધિકારીને પહેલેથી જ બાનમાં લેવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્યો સામે જે ફરિયાદ કરવાની થાય તે કરવાનું પહેલેથી કહેવામાં આવે છે.પહેલેથી અધિકારીને જેમ કહેવામાં આવે તેમ કરવાનું કહેવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.