કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને વધુ એક સફળતા, એક આતંકી ઠાર, ઓપરેશન હજુ શરુ
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મિત્રગામ વિસ્તારમાં બુધવારે રાત્રે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર સ્થળ પર હજુ પણ કેટલાક આતંકીઓ હોવાની આશંકા છે. સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને માહિતી મળી હતી કે મિત્રગામ વિસ્તારમાં કેટલાક આતંકીઓ હાજર છે. ત્યારબાદ સુ
06:32 PM Apr 27, 2022 IST
|
Vipul Pandya
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મિત્રગામ વિસ્તારમાં બુધવારે રાત્રે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર સ્થળ પર હજુ પણ કેટલાક આતંકીઓ હોવાની આશંકા છે. સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને માહિતી મળી હતી કે મિત્રગામ વિસ્તારમાં કેટલાક આતંકીઓ હાજર છે. ત્યારબાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. બંને તરફથી થયેલા ગોળીબારમાં મોડી રાત્રે એક આતંકી માર્યો ગયો છે. રાત્રી હોવા છતાં હજુ કેટલાક આતંકવાદીઓની હાજરીની આશંકાથી સુરક્ષા દળોએ ઘેરાબંધી વધુ કડક કરી છે. બંને પક્ષ તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.
પોલીસે ટ્વીટ કર્યું કે એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે ફસાયેલા આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને ત્યાંથી હટાવવા માટે થોડા સમય માટે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.
24 એપ્રિલે પણ સુરક્ષા દળોએ પુલવામામાં જ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આરીફ અહમદ હજાર ઉર્ફે રેહાન (લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર બાસિતના નાયબ), અબુ હુઝૈફા ઉર્ફે હક્કાની (પાકિસ્તાની આતંકવાદી) અને શ્રીનગરના ખાનયારનો રહેવાસી નથિશ વાની ઉર્ફે હૈદર તરીકે કરવામાં આવી હતી.
કાશ્મીરમાં જૈશના ત્રણ મદદગારોની ધરપકડ
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ મંગળવારે કુલગામમાં પંચના હત્યારા હિઝબુલ મુજાહિદ્દીનના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જેમાં ત્રણ મદદગારોની ધરપકડ કરી છે. બીજી ઘટનામાં બારામુલ્લામાં જૈશ-એ-મોહમ્મદના બે સંકર આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અને મદદગારો પાસેથી હથિયારો, ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે. પોલીસે જણાવ્યું કે કુલગામના કુલપોરાના પંચ મોહમ્મદ યાકુબ ડારને 2 માર્ચે આતંકવાદીઓએ માર્યો હતો. કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટનામાં હિઝબુલ સામેલ છે.
Next Article