Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઇમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ, લાગશે આ નિયંત્રણો

મુંબઈમાં કલમ 144 લાગુ (section -144) કરવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર મુંબઈમાં( mubai) અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત જાહેર સભાના પ્રદર્શન પર પણ પ્રતિબંધ છે. મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે.4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રહેશે લાગુ મુંબઈ પોલીસ દ્વારા જારà«
11:03 AM Dec 02, 2022 IST | Vipul Pandya
મુંબઈમાં કલમ 144 લાગુ (section -144) કરવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર મુંબઈમાં( mubai) અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત જાહેર સભાના પ્રદર્શન પર પણ પ્રતિબંધ છે. મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે.
4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રહેશે લાગુ 
મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રાજ્યમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી શસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લાગુ રહેશે. આ સાથે જ લાઉડ સ્પીકર, બેન્ડ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. પોલીસે કહ્યું છે કે આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લગ્ન સમારંભ,સરઘસ ઉપર પણ પ્રતિબંધ 
કલમ 144 લાગુ થતાંની સાથે જ લગ્ન સમારોહ, અંતિમ સંસ્કાર, સરઘસ, કંપનીઓ અને ક્લબની મોટા પાયે બેઠકો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શૈક્ષણિક પ્રવૃતિઓ માટે શાળા, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં યોજાતી મીટીંગો પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફેક્ટરીઓ, દુકાનો અને અન્ય સંસ્થાઓની સામાન્ય સભાઓ ઉપરાંત, આ પ્રતિબંધ શોભાયાત્રાના પ્રદર્શન ઉપર પણ લાગુ થશે.
આ પણ વાંચો -  મુંબઈ એરપોર્ટ પર સર્વર ડાઉન થતાં મુસાફરોની લાંબી લાઈન
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstMUMBAIrestrictionsSection144
Next Article