Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લિયો ક્લબ ઓફ દિગ્વિજયનગર દ્વારા અનોખી રીતે કરાઈ સિક્રેટ સાંટા ઇવેન્ટની ઉજવણી

લિયો ક્લબ ઓફ દિગ્વિજય નગર (Leo Club of Digvijayanagar)દ્વારા સતત 7મા વર્ષે તેની 'સિક્રેટ સાન્ટા' (Secret Santa)ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 24મી ડિસેમ્બર 22ની મધ્યરાત્રિએ અમદાવાદ શહેરના રસ્તાની બાજુમાં, પુલની નીચે, નાની ઝૂંપડીઓ પર સૂતા બેઘર લોકોને 1000 ગિફ્ટકિટ્સ ભેટમાં આપવામાં આવી હતી. કલબ ઓફ દિગ્વિજય નગર છેલ્લા સાત વર્ષથી આ રીતે લોકોની મદદ કરતી આવી છેક્રિસમસ ના તહેવારમાં સાંટા દ્વારા અલગ અલગ રીતે
લિયો ક્લબ ઓફ દિગ્વિજયનગર દ્વારા અનોખી રીતે કરાઈ સિક્રેટ સાંટા ઇવેન્ટની ઉજવણી
લિયો ક્લબ ઓફ દિગ્વિજય નગર (Leo Club of Digvijayanagar)દ્વારા સતત 7મા વર્ષે તેની "સિક્રેટ સાન્ટા" (Secret Santa)ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 24મી ડિસેમ્બર 22ની મધ્યરાત્રિએ અમદાવાદ શહેરના રસ્તાની બાજુમાં, પુલની નીચે, નાની ઝૂંપડીઓ પર સૂતા બેઘર લોકોને 1000 ગિફ્ટકિટ્સ ભેટમાં આપવામાં આવી હતી. 
કલબ ઓફ દિગ્વિજય નગર છેલ્લા સાત વર્ષથી આ રીતે લોકોની મદદ કરતી આવી છે
ક્રિસમસ ના તહેવારમાં સાંટા દ્વારા અલગ અલગ રીતે ગિફ્ટ આપવાનો રિવાજ છે ખુશીઓ વહેંચવાનો રિવાજ છે. ત્યારે લીયો કલબ ઓફ દિગ્વિજય નગર છેલ્લા સાત વર્ષથી આ રીતે લોકોની મદદ કરતી આવી છે જ્યારે તેઓ ગિફ્ટ આપવા પહોંચ્યા ત્યારે ઘણા લાભાર્થીઓ ઊંઘતા હતા અને તેઓને ખબર ન હતી કે તેમને વસ્તુઓ કોણે ભેટ આપી છે.પરંતુ તમારી બાજુમાં ભેટ સાથે સવારે જાગવાનો અને આશ્ચર્યજનક છે કે આ કોણે કર્યું હશે તે ફક્ત અકલ્પનીય આનંદ છે. ક્લબ તરફથી મેહુલ લાલવાણીએ જણાવ્યું હતું કે અમે આ ઇવેન્ટ તે લોકો માટે કરીએ છીએ જો સાચા અર્થમાં જરૂરિયાત મંદ છે અને આવું કરવાથી  તેમને આનંદ મળશે. ક્લબ સાથે સંકળાયેલા 60 થી વધુ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયા હતા તેમણે વિવિધ ગિફ્ટ ની સાથે જરૂરિયાત મંદ કીટનું પણ વિતરણ કરી લોકોની મદદ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.