Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્ઞાનવાપી મસ્જિદનો બીજો સર્વે રિપોર્ટ લીક; ત્રિશૂળ, ડમરુ અને કમળની વાત, જાણો બીજું શું મળ્યું?

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને શરુ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદના સર્વેમાં શિવલીંગ મળ્યા બાદ આ આખો મામલો હવે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ મસ્જિદના સર્વેનો બીજો રિપોર્ટ સામે આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો બીજો રિપોર્ટ ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ બીજા રિપોર્ટમાં ઘણા મોટા અને મહત્વના ખુલાસા થયા છે. મીડિયા રિપà
જ્ઞાનવાપી મસ્જિદનો બીજો સર્વે રિપોર્ટ લીક  ત્રિશૂળ  ડમરુ અને કમળની વાત  જાણો બીજું શું મળ્યું
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને શરુ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદના સર્વેમાં શિવલીંગ મળ્યા બાદ આ આખો મામલો હવે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ મસ્જિદના સર્વેનો બીજો રિપોર્ટ સામે આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો બીજો રિપોર્ટ ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ બીજા રિપોર્ટમાં ઘણા મોટા અને મહત્વના ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સર્વેના બીજા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મસ્જિદમાં સનાતન ધર્મ સાથે સંબંધિત ઘણા પ્રતીકો છે. 
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મસ્જિદની અંદર કમળ, ત્રિશૂળ અને ડમરુના પ્રતીકો મળી આવ્યા છે. આ સિવાય વજુકુંડમાં મળેલા કથિત શિવલીંગનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય સિંહે જણાવ્યું કે અજય મિશ્રાએ ગઈ કાલે સાંજે રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે બહારની દિવાલોનો જે સર્વે કર્યો છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જો કે રિપોર્ટમાં શું છે તે સવાલ પર અજય સિંહે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
કોર્ટમાં રજુ કરવામાં આવેલો સર્વે રિપોરિટ કથિત રીતે લીક થયો છે. જેમાં સર્વે વિશેની તમામ જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટના સાતમા પેઇજ પ્રમાણે કોર્ટ કમિશનરે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને સીડી આડી કરીને તેના મારફત વચ્ચે મોકલ્યો હતો. ત્યારબાદ પાણીના સ્તરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પાણીના ઘટાડાથી માછલીઓ પણ સુરક્ષિત રહે તે માટે મત્સ્યોદ્યોગ અધિકારીને સ્થળ પર બોલાવી સલાહ લેવામાં આવી હતી. જેમની સલાહ મુજબ પાણીનું સ્તર આછું કરાયું હતું.
પાણીનું સ્તર ઓછું કરવા પર એક કાળો ગોળાકાર પથ્થર જેવો આકાર દેખાયો. જેની ઊંચાઈ લગભગ 2.5 ફૂટ હશે. તેની ટોચ પર ગોળાકાર કટ ડિઝાઇનનો એક અલગ સફેદ પથ્થર દેખાતો હતો. જે પથ્થરની મધ્યમાં અડધા ઇંચથી થોડું મોટું ગોળાકાર કાણું હતું. તેમાં સિંક નાખવામાં આવ્યો ત્યારે તેની ઉંડા 63 સેમી હોવાની વાત સામે આવી. આ સિવાય આ પથ્થરના પાયાનો વ્યાસ લગભગ 4 ફૂટ હોવાનું જણાયું હતું.
વાદીઓના વકીલ આ કાળા પથ્થરને શિવલીંગ કહેવા લાગ્યા. પ્રતિવાદી નંબર 4ના વકીલે કહ્યું કે તે ફુવારો છે. સર્વે ટીમે તેની સંપૂર્ણ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. જેને રિપોર્ટ સાથે સીલ કરવામાં આવી છે. સર્વે ટીમે અંજુમન ઈન્તજામિયાના મુનશી એજાઝ મોહમ્મદને પૂછ્યું કે આ ફુવારો ક્યારથી બંધ છે. તેમણે કહ્યું કે તે ઘણા સમયથી બંધ છે. પહેલા કહ્યું 20 વર્ષ, પછી કહ્યું કે 12 વર્ષથી બંધ છે.
જ્યારે સર્વે ટીમે ફુવારો શરુ કરવાનું કહ્યું ત્યારે તેમણે અસમર્થતા દર્શાવી. આકૃતિની ઊંડાઈની મધ્યમાં માત્ર અડધા ઇંચથી પણ ઓછું છિદ્ર જોવા મળ્યું હતું. જે 63 સેમી ઉંડુ હતું. ફુવારા મુજબ તેમાં પાઇપ નાખવાની જગ્યા નહોતી. આ સિવાય વજુ માટેના તળાવની સફાઈ કરવામાં આવી. જે 33 બાય 33 ફૂટનું છે અને તેની અંદરથી એક ગોળાકાર પથ્થરમળ્યો છે. જે શિવલીંગ હોવાનો દાવો થયો છે. 
Advertisement
Tags :
Advertisement

.