Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીને EDએ આપ્યું બીજું સમન્સ, હવે આ તારીખે થશે હાજર

નેશનલ હેરાલ્ડ કેસમાં વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને EDએ બીજુ સમન્સ આપ્યું છે. હવે રાહુલ ગાંધી 13 જૂનના રોજ નેશનલ હેરાલ્ડ કેસ મામલે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા સમનમાં તેમને ગઈકાલે એટલે કે 2 જૂનના રોજ બોલાવવામાં આવ્યા હતા. એક અધિકારીએ આપી કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસમાં 13 જૂને હાજર થવા માટે નવેસરથી સમàª
રાહુલ ગાંધીને edએ આપ્યું બીજું સમન્સ  હવે આ તારીખે થશે હાજર
નેશનલ હેરાલ્ડ કેસમાં વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને EDએ બીજુ સમન્સ આપ્યું છે. હવે રાહુલ ગાંધી 13 જૂનના રોજ નેશનલ હેરાલ્ડ કેસ મામલે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા સમનમાં તેમને ગઈકાલે એટલે કે 2 જૂનના રોજ બોલાવવામાં આવ્યા હતા. 
એક અધિકારીએ આપી કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસમાં 13 જૂને હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા. સોનિયા ગાંધીને ED દ્વારા 8 જૂને મધ્ય દિલ્હીમાં તેના મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, 2 જૂને રાહુલ હાજર થયા ન હોતા. રાહુલ હાલ વિદેશ પ્રવાસે છે તેથી તેમણે આ મામલે સમય માંગ્યો હતો. 
Advertisement

મહત્વનું છે કે, ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારે નાણાકીય ગેરરીતિ આચરી અંગત લાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદ કરી છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર જમીન હડપવાનો અને હજારો કરોડના ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ગાંધી પરિવારે એક ખાનગી કંપની યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પબ્લિક લિમિટેડ કંપની (AJL) હસ્તગત કરી હતી, જેના ડિરેક્ટર રાહુલ ગાંધી હતા.
Tags :
Advertisement

.