ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

ગૂગલ પર NASA DART સર્ચ કરો અને જુઓ સેટેલાઈટનો વિસ્ફોટ, સ્ક્રિન પણ હલી જશે

સર્ચ એન્જિન કંપની ગૂગલ Google પર ઘણા ઇસ્ટર એગ્સ અથવા સિક્રેટ સર્ચ ટર્મ્સ જોવા મળે છે. જે તમે સર્ચ કરતાની સાથે જ સ્ક્રીન પર જોરદાર અસર જોવા  મળી  રહી છે. યુએસ સ્પેસ એજન્સી NASAના DARTમિશનની સફળતાને ધ્યાનમાં રાખીને આવી જ એક અસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગૂગલ Google પર આ મિશન વિશે સર્ચ કરનારાઓને ઉપગ્રહનો વિસ્ફોટ મજેદાર રીતે જોવા મળી રહ્યો છે.નાસા NASAના ડાર્ટ DARTઅવકાશયાનને ઉલ્કાઓથી પૃથ્વીને બચાવવા મ
12:08 PM Sep 27, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સર્ચ એન્જિન કંપની ગૂગલ Google પર ઘણા ઇસ્ટર એગ્સ અથવા સિક્રેટ સર્ચ ટર્મ્સ જોવા મળે છે. જે તમે સર્ચ કરતાની સાથે જ સ્ક્રીન પર જોરદાર અસર જોવા  મળી  રહી છે. યુએસ સ્પેસ એજન્સી NASAના DARTમિશનની સફળતાને ધ્યાનમાં રાખીને આવી જ એક અસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગૂગલ Google પર આ મિશન વિશે સર્ચ કરનારાઓને ઉપગ્રહનો વિસ્ફોટ મજેદાર રીતે જોવા મળી રહ્યો છે.
નાસા NASAના ડાર્ટ DARTઅવકાશયાનને ઉલ્કાઓથી પૃથ્વીને બચાવવા માટે બનાવવામાં આવ્યું છે અને તેનું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું છે. આ અવકાશયાન 27 સપ્ટેમ્બરે સવારે 4:44 કલાકે ડિમોર્ફોસ નામની ઉલ્કા સાથે અથડાયું હતું અને મિશન સફળ રહ્યું હતું. આપણા ગ્રહની પ્લેનેટરી ડિફેન્સ સિસ્ટમનું આ પ્રથમ પરીક્ષણ હતું, જેને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ગૂગલ પર સર્ચ કરવું પડશે 'NASA DART'
તમારે પહેલા ગૂગલ સર્ચ પર જઈને 'NASA DART' લખીને સર્ચ કરવાનું રહેશે. તમે તેને નાના અથવા મોટા અક્ષરો બંનેમાં લખીને શોધી શકો છો. જેમ તમે ટાઈપ કરશો અને એન્ટર કરશો, સ્ક્રીનની ડાબી બાજુથી એક એનિમેટેડ સેટેલાઇટ દેખાશે અને તે વિસ્ફોટ થશે. પછી આખી સ્ક્રીન જમણી તરફ નમશે, જે સૂચવે છે કે સેટેલાઇટ તમારી સ્ક્રીનને અથડાયો છે.
NASAએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો 
ગૂગલ Googleના ઇસ્ટર એગનો વીડિયો નાસાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. નાસાએ લખ્યું,તમારી Google શોધ કંઈક ધમાકેદાર બની શકે છે! તમારે Google પર 'NASA DART' સર્ચ કરવું પડશે અને તમે બ્રાઉઝરમાં તમારા ગ્રહ સંરક્ષણની ઝલક જોશો.

નાસા NASAનું ડાર્ટ  DARTમિશન શા માટે મહત્વનું છે?
દર વર્ષે ઘણી ઉલ્કાઓ પૃથ્વી તરફ જાય છે અથવા તેની ખૂબ નજીકથી પસાર થાય છે. જો આવી ઉલ્કા પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, તો તેનો અર્થ મહાન વિનાશ થઈ શકે છે. આ જ કારણ છે કે નાસાના વૈજ્ઞાનિકોની ટીમે આપણા ગ્રહની સંરક્ષણ પ્રણાલી તૈયાર કરી છે અને આવી ઉલ્કાઓ અવકાશમાં જ નષ્ટ થઈ શકે છે.
Tags :
googleGujaratFirstsatelliteexplodescreenwillSearchNASADART