Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈજ્ઞાનિકોએ કૃમિ જેવો રોબોટ બનાવ્યો, આંતરડામાં જઈને સારવાર કરવાં સક્ષમ

મેડિકલ સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે. હાલમાં વૈજ્ઞાનિકોએ એવા રોબોટ્સ બનાવ્યાં છે જે આંતરિક અવયવોની સપાટી પર સરક્યાં વિના ચાલી શકે છે. સાથે જ આ ખૂબ જ નાના કદના રોબોટ્સ શરીરના એવાં ભાગોમાં પહોંચી શકે છે જ્યાં સુધી પહોંચવામાં ડોક્ટરોને મુશ્કેલી પડે છે. જર્મનીના  વિજ્ઞાનીઓએ આવા નાના કદનાં એવા રોબોટ બનાવ્યાં છે જે સીધા વ્યક્તિના આંતરડા અને ફેફસાંની દિવાલો પર ચઢી શકે છે. આવનારા સમયમા
વૈજ્ઞાનિકોએ કૃમિ જેવો રોબોટ બનાવ્યો  આંતરડામાં જઈને સારવાર કરવાં સક્ષમ
મેડિકલ સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે. હાલમાં વૈજ્ઞાનિકોએ એવા રોબોટ્સ બનાવ્યાં છે જે આંતરિક અવયવોની સપાટી પર સરક્યાં વિના ચાલી શકે છે. સાથે જ આ ખૂબ જ નાના કદના રોબોટ્સ શરીરના એવાં ભાગોમાં પહોંચી શકે છે જ્યાં સુધી પહોંચવામાં ડોક્ટરોને મુશ્કેલી પડે છે. 
જર્મનીના  વિજ્ઞાનીઓએ આવા નાના કદનાં એવા રોબોટ બનાવ્યાં છે જે સીધા વ્યક્તિના આંતરડા અને ફેફસાંની દિવાલો પર ચઢી શકે છે. આવનારા સમયમાં આ રોબોટ દવાઓ અને મેડિકલ સેન્સર શરીરના એવા ભાગમાં પહોંચાડી શકશે જ્યાં પહોંચવું સરળ નથી. જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત રિસર્ચ પેપર અનુસાર, આ રોબોટ્સ કદમાં ખૂબ નાના છે. જે કૃમિ આકારના છે, જેની લંબાઇ અમુક મિલીમીટર છે, તેથી તેમને મિલિરોબોટ કહેવામાં આવે છે. 
આ રોબર્ટ ખાસ રીતે બનેલ છે. તેથી તે નરમ, લીસી જગ્યાં પર લારી રીતે કામ કરી શકે. ખાસ કરીને ફેફસાં અને આંતરડાની ભેજવાળી અને લપસણી દિવાલો પર તે ચઢી શકે છે. સાથે જ રોબર્ટના પગ તેમની પકડ ગુમાવ્યા વિના માંસપેશીઓની સપાટી પર વળગી રહે છે. આ રોબોટ્સ ફેફસાંની દીવાલ સાથે પણ ચોંટીને કામ કરવા સક્ષમ છે. સાથે જ માઇક્રોસ્પાઇક્સ શરીરના પેશીઓને વળગી રહે તેવાં છે.
Advertisement

મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ ઇન જર્મનીમેટિન સિટ્ટીએ જણાવ્યું કે,આ વાયરલેસ ઉપકરણ જે માનવ શરીરમાં સીધા અને ઊંધુંચત્તુ માઉન્ટ થઇ શકે છે, સાથે જ વાયરલેસ રોબર્ટ સીધા માઉન્ટ કરે છે અને માનવ શરીરને ઊંધુ કરે છે. આ સોફ્ટ રોબોટિક્સની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેનેસીમાં વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી ખાતે સહ-લેખક ઝિયાઓગુઆંગ ડોંગકહે છે કે તેમની ટીમે રોબોટ્સમાં બે કાંટાવાળા ફૂટપેડ ઉમેરવાનો પ્રયાસ કર્યો, જે આંતરડાના પરોપજીવીઓની જેમ પેશીને પકડે છે. આ સંશોધન જટિલ બીમારીઓમાં દર્દીના આંતરિક અવયવોની સારવાર કરવામાં આશીર્વાદરુપ સાબિત થશે. 
Tags :
Advertisement

.