Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયન્સ સિટીમાં યોજાયો સાયન્સ આઉટ રિચ પ્રોગ્રામ, જાણો તેમાં શું થયું

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઇસરો -સેક દ્વારા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી (GCSC)ના સંયુક્ત ઉપક્રમે  ભારતના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ - ગગનયાન વિશે જાગૃતિ ફેલાવવાના  ઉદ્દેશ થી 3 થી 9 એપ્રિલ દરમિયાન સાયન્સ સિટી ખાતે સાયન્સ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સાયન્સ રસિકો અને નાગરà
સાયન્સ સિટીમાં યોજાયો સાયન્સ આઉટ રિચ પ્રોગ્રામ  જાણો તેમાં શું થયું
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઇસરો -સેક દ્વારા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી (GCSC)ના સંયુક્ત ઉપક્રમે  ભારતના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ - ગગનયાન વિશે જાગૃતિ ફેલાવવાના  ઉદ્દેશ થી 3 થી 9 એપ્રિલ દરમિયાન સાયન્સ સિટી ખાતે સાયન્સ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સાયન્સ રસિકો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. 
9 એપ્રિલ 2022 ના રોજ આ સફળ કાર્યક્રમના સમાપન સત્રમાં હ્યૂમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ,ઇસરો બેંગલુરુ ના ડાયરેકટર  આર.ઉમામહેશ્વ્રરન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેક ના ડાઇરેક્ટર  નિલેષ એમ દેસાઇ તથા ગુજકોસ્ટના એડ્વાઇઝર  નરોત્તમ સાહુ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.  હ્યૂમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર, ઇસરો બેંગલુરુના ડાયરેકટર  આર.ઉમામહેશ્વ્રરને  વિદ્યાર્થીઓને ગગનયાન પ્રોગ્રામના વિવિધ તબ્બકાઓ અને તેની પ્રક્રિયા વિશે જાણકારી આપી હતી  અને ભારત માટે આ મિશનના મહત્વ અંગે માહિતી આપી હતી.  
7 દિવસીય આ આઉટરિચ પ્રોગ્રામના ભાગરૂપે પ્રખર વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના સેશન્સ, અવકાશમાં જનાર પ્રથમ ભારતીય  રાકેશ શર્મા સાથે લાઈવ સંવાદ, વિવિધ સ્પર્ધાઓ , મોડલ મેકિંગ, વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિદર્શનમા મુકાયેલ ગગનયાનના ઓર્બિટલ ક્રૂ મોડ્યુલના મોડલે તમામ વયજૂથના લોકોમાં ગગનયાન વિશે જાણવાની ઉત્સ્કુતા વધારી હતી.સાયન્સ આઉટરિચ પ્રોગ્રામના સમાપન સમારંભ ભાગ લેનાર વિદ્યાર્થીઓને હ્યૂમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ,ઇસરો બેંગલુરુ ના ડાયરેકટર  આર.ઉમામહેશ્વ્રરન સેક ના ડાયરેક્ટર  નિલેષ એમ દેસાઇ ના હસ્તે ઇનામો અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. 
ગગનયાન કાર્યક્રમ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું  સ્વદેશી મિશન છે, જે ભારતીય અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જશે. આ ભારતીય ક્રૂ સાથેનું ઓર્બિટલ સ્પેસક્રાફ્ટ છે જે ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામના ભાગરૂપે, 2023 સુધીમાં 2 અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે.  આ કાર્યક્રમ ભારતને  માનવ સ્પેસફ્લાઇટ મિશન શરૂ કરનાર વિશ્વનું ચોથું રાષ્ટ્ર બનાવશે. સ્પેસ ટેક્નોલોજીના સદર્ભમાં માનવસહિત અવકાશ કાર્યક્રમ એ ભારત માટે મહત્વનુ પગલું છે. ગગનયાન ની સફળતા ભારતને અવકાશ મહાસત્તાઓની ચુનંદા ક્લબમાં મૂકશે. ગગનયાન કાર્યકરમના ભાગરૂપે, ભારત સરકારે બે માનવરહિત અને એક માનવસહિત મિશનને મંજૂરી આપી છે. 
Advertisement
Tags :
Advertisement

.