શ્રીલંકામાં ઊર્જા સંકટ વચ્ચે શાળાઓ એક અઠવાડિયા માટે બંધ કરાઇ
શ્રીલંકામાં ઊર્જા સંકટ વચ્ચે શાળાઓ એક અઠવાડિયા માટે બંધ કરાઇ છે. ભારે વિદેશી દેવાને કારણે, કોઈ સપ્લાયર હિંદ મહાસાગરમાં સ્થિત આ દેશને ક્રેડિટ પર ઇંધણ વેચવા તૈયાર નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં જે સ્ટોક ઉપલબ્ધ છે તે હવે માત્ર થોડા દિવસો માટે પૂરતો છે. ઊર્જા અને રોકડ દેવાથી ડરી ગયેલા શ્રીલંકાએ એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, શ્રીલંકામાં માતા-
શ્રીલંકામાં ઊર્જા સંકટ વચ્ચે શાળાઓ એક અઠવાડિયા માટે બંધ કરાઇ છે. ભારે વિદેશી દેવાને કારણે, કોઈ સપ્લાયર હિંદ મહાસાગરમાં સ્થિત આ દેશને ક્રેડિટ પર ઇંધણ વેચવા તૈયાર નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં જે સ્ટોક ઉપલબ્ધ છે તે હવે માત્ર થોડા દિવસો માટે પૂરતો છે. ઊર્જા અને રોકડ દેવાથી ડરી ગયેલા શ્રીલંકાએ એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, શ્રીલંકામાં માતા-પિતા પાસે શિક્ષકો અને બાળકોને શાળાએ મોકલવા માટે પૂરતું ઇંધણ નથી. દેશના ઉર્જા મંત્રીએ દેશના વિદેશમાં વસતા 20લાખ લોકોને ઇંધણ ખરીદવા માટે આર્થિક મદદ કરવાના હેતુથી બેંકો દ્વારા તેમના ઘરે પૈસા મોકલવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે ભારે વિદેશી દેવાને કારણે કોઈ સપ્લાયર હિંદ મહાસાગરમાં સ્થિત આ દેશને ક્રેડિટ પર ઈંધણ વેચવા તૈયાર નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં જે સ્ટોક ઉપલબ્ધ છે તે હવે માત્ર થોડા દિવસો માટે પૂરતો છે. આ સ્થિતિમાં, સરકારની યોજના, બાકીનું ઇંધણ ફક્ત આરોગ્ય, બંદરના કામદારો, જાહેર પરિવહન, ખાદ્યપદાર્થોની સપ્લાય જેવા આવશ્યક કામો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ પત્રકારોને જણાવ્યું છે કે હાલમાં દેશમાં ભંડોળ એકત્ર કરવું પડકારજનક છે. દેશ હાલમાં આ મોટો પડકારનો સામનો કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે નવા ઇંધણના સ્ટોક માટે ઓર્ડર આપ્યો છે અને 40,000 મેટ્રિક ટન ડીઝલ શુક્રવારે દેશમાં પહોંચવાની અપેક્ષા છે, બીજું પ્લેન 22 જુલાઈના રોજ આવશે.
ઉર્જા મંત્રીએ કહ્યું છે કે ઈંધણના ઘણા કન્સાઈનમેન્ટ હજુ દેશમાં પહોંચવાના બાકી છે, પરંતુ તેના પેમેન્ટ માટે 58.7 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે અધિકારીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. વિજેસેકરાએ કહ્યું છે કે શ્રીલંકાનું સાત ઇંધણ સપ્લાયરો સાથે આશરે $800 મિલિયનનું દેવું છે.
તમને જણાવી દઈએ કે ગત મહિને શ્રીલંકામાં ઈંધણની અછતને કારણે દેશભરમાં એક દિવસ માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. તે જ સમયે, શહેરી વિસ્તારોમાં શાળાઓ છેલ્લાં બે અઠવાડિયાથી બંધ છે. હાલ જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તે મુજબ શુક્રવાર સુધી શાળાઓ બંધ રહેશે.
શ્રીલંકામાં સરકારી અધિકારીઓએ પણ સોમવારથી દેશભરમાં ત્રણ કલાકનો પાવર કટ કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વર્તમાન સંજોગોમાં પાવર જનરેશન પ્લાન્ટ્સને પૂરતા પ્રમાણમાં ઇંધણનો પુરવઠો પૂરો પાડવો શક્ય નથી. નોંધપાત્ર વાત એ છે કે, શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે છેલ્લાં કેટલાક મહિનાઓથી મોટાપાયે પાવર કટ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં એલપીજી, દવાઓ અને ખાદ્યપદાર્થો સહિત અનેક આવશ્યક ચીજોની ભારે અછત સર્જાઈ છે.
દેશના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ કહ્યું છે કે મુખ્ય સમસ્યા દેશમાં ડોલરની અછત છે. આવી સ્થિતિમાં, વિદેશમાં કામ કરતા લગભગ 20 લાખ શ્રીલંકાના નાગરિકોને અપીલ છે કે તેઓ અનૌપચારિક માધ્યમોને બદલે બેંકો દ્વારા તેમની વિદેશી ચલણની કમાણી ઘરે મોકલી આપે જેનાથી સ્વદેશી હૂંડિયામણ વધે.
Advertisement