Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિંહોના ટોળા ન હોય તે વાતને ખોટી ઠેરવતા દ્રશ્યો રાજુલાના રામપરામાં જોવા મળ્યા

સમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. કહેવાય છે કે, સિંહોના ટોળા ન હોય પરંતુ એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે, સિંહો ટોળામાં ફરતા હોય. એકવાર ફરી સિંહોના ટોળા ન હોવાની કહેવતને ખોટી પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બૃહદ ગીર ગણાતા વિસ્તાર રાજુલાના રામપરા ગામમાં ગત મોડી રાત્રે એકી સાથે આઠ જેટલા સિંહનું ટોળું રામપરા ગામની દિવાલન
09:37 AM Feb 15, 2023 IST | Vipul Pandya
સમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. કહેવાય છે કે, સિંહોના ટોળા ન હોય પરંતુ એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે, સિંહો ટોળામાં ફરતા હોય. એકવાર ફરી સિંહોના ટોળા ન હોવાની કહેવતને ખોટી પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બૃહદ ગીર ગણાતા વિસ્તાર રાજુલાના રામપરા ગામમાં ગત મોડી રાત્રે એકી સાથે આઠ જેટલા સિંહનું ટોળું રામપરા ગામની દિવાલને છલાંગ મારીને નાનકડી બજારોમાં પહોંચ્યું હતું. 
જાણે રામપરા ગામને બાનમાં લેવાના ઇરાદે શિકારની શોધમાં ઘૂસેલા આઠ સિંહનો ટોળું શિકારને માટે આંટા ફેરા કરતું રામપરાના સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાઈ ગયું હતું રામપરા ગામમાં ખેત મજૂરો, માલધારીઓ અને પશુપાલકો રહે છે. રામપરા નજીક જ સિંહોના વસવાટનો વિસ્તાર પણ છે. જેથી સિંહો શિકારની શોધમાં રામપરા ગામમાં ઘૂસતા હોય છે. સિંહોના ટોળા ગામમાં ઘુસ્યા બાદ પશુપાલકોમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.  
આઠ આઠ સિંહો રામપરા ગામની બજારોમાં આંટાફેરો કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે સિહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લામાં 11 તાલુકા મથકો માંથી 10 તાલુકા મથકો પર સિંહોનો દબદબો હોય અને રાજુલાના રામપરા અને પીપાવાવ પોર્ટ નજીકના વિસ્તારોમાં સિંહો અવારનવાર ઘૂસતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે સિંહોના રખેવાળ ગણાતું વન વિભાગ સિહોના લોકેશન પણ ન રાખતું હોવાને કારણે શિકારની શોધમાં સિહો અનેક વખત ગામમાં ઘુશીને શિકાર કરી મીજબાની માણતા હોવાના પણ દાખલાઓ અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગત રાત્રે રામપરા ગામમાં ઘુસેલ 8 સિંહનો ટોળા નો વિડીયો સોશિયલ મીડિયામાં હિટ સાબિત થયો છે.
આ પણ વાંચો - રાજકોટ પ્રાણીઉદ્યાનના સિંહ પરિવારમાં Good News, સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો, જુઓ તસવીર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstlionherdslionsrajulaRamparaViralVideo
Next Article