Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાગરા દહેજ ચોકડી નજીક ગેસ રિફીલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા

ભરૂચ (Bhruch)જિલ્લાની ઔદ્યોગિક વસાહત એવી દહેજ પંથકમાં એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવાનું ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ હતા ભયંકર આગ ફાટી નીકળી હતી. જેના પગલે દુકાનમાં રહેલા લોકોએ પોતાનો જીવ બચાવી ભાગવાના પ્રયાસો કર્યા હતા . પરંતુ આજુબાજુની દુકાનોને પણ આગની લપેટમાં લઈ લેતા સ્થાનિક દુકાનદારોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાà
01:47 PM Oct 16, 2022 IST | Vipul Pandya
ભરૂચ (Bhruch)જિલ્લાની ઔદ્યોગિક વસાહત એવી દહેજ પંથકમાં એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવાનું ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ હતા ભયંકર આગ ફાટી નીકળી હતી. જેના પગલે દુકાનમાં રહેલા લોકોએ પોતાનો જીવ બચાવી ભાગવાના પ્રયાસો કર્યા હતા . પરંતુ આજુબાજુની દુકાનોને પણ આગની લપેટમાં લઈ લેતા સ્થાનિક દુકાનદારોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક ની ચોકડી પાસે એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવાનું ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ સિલિન્ડરમાં અચાનક ભડકો થતા બ્લાસ્ટ થયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જ્વાળામુખી ફાટી નીકળતા દુકાનમાં રહેલા લોકોએ પોતાનું જીવ બચાવી ભાગવાના પ્રયાસો કર્યા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે આજુબાજુની દુકાનોને પણ અડફેટે લઈ લીધી હતી જોકે ગેસ રીફ્લિંગ કૌભાંડ કાયદેસર ચાલતું હતું કે ગેરકાયદેસર તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ ભયંકર આંખ ફાટી નીકળતા ૮ થી ૧૦ ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા છે પણ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

દહેજ ચોકડી નજીક દુકાનમાં આગ ફાટી નીકળતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો આ કેટલી વિકરાળ બની ગઈ હતી કે લોકોએ પણ વિડિયો બનાવ્યા હતા જોકે ગેસ સિલિન્ડર રીફીલીગ દરમિયાન દુર્ઘટના સર્જી હોવાની માહિતી સાંપડી રહી છે.
Tags :
DahejChowkdigasrefillingGujaratFirstScenesofstampede
Next Article