Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જળસંચય એ આજના યુગની સૌથી મોટી અને તાતી જરૂરિયાત છે

કોઈકે સાચું જ કહ્યું છે કે હવે પછીનું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે. અલબત્ત આ વિધાન આત્યંતિક લાગે પણ એ વિધાનની અંદર છુપાયેલો અર્થ બિલકુલ સાચો અને સ્વીકારવા જેવો બનતો જઈ રહ્યો છે. આજે આપણા ગુજરાતમાં અનેક અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પાણીની અછતના સમાચારો વાંચવા મળે છે. શાળાઓમાં પૂરતું પીવાનું પાણી ન હોવાને કારણે કાં તો  બાળકો શાળાએ જવાનું ટાળે છે અથવા તો ઘરેથી પાણી લઈને શાળાએ જવું પà
જળસંચય એ આજના યુગની સૌથી મોટી અને તાતી જરૂરિયાત છે
Advertisement
કોઈકે સાચું જ કહ્યું છે કે હવે પછીનું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે. અલબત્ત આ વિધાન આત્યંતિક લાગે પણ એ વિધાનની અંદર છુપાયેલો અર્થ બિલકુલ સાચો અને સ્વીકારવા જેવો બનતો જઈ રહ્યો છે. આજે આપણા ગુજરાતમાં અનેક અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પાણીની અછતના સમાચારો વાંચવા મળે છે. શાળાઓમાં પૂરતું પીવાનું પાણી ન હોવાને કારણે કાં તો  બાળકો શાળાએ જવાનું ટાળે છે અથવા તો ઘરેથી પાણી લઈને શાળાએ જવું પડે છે. જોકે ગામના ઘરોમાં પણ પીવાના અને વપરાશના પાણી માટે દૂર દૂર સુધી રઝળતા ગ્રામવાસીઓના સમાચારો અને ક્યારેક-ક્યારેક વર્તમાન પત્રોમાં જોવા મળતી આવી રઝળપાટના ફોટોગ્રાફ્સ જોઈને ઉપર કહ્યું તે વિધાન અત્યંત હોવા છતાં જાણે કે સાચો પડવા જઈ રહ્યું હોય એવો ભય લાગે છે.
ગયું ચોમાસુ સારું ગયું હોવા છતાં શહેરોમાં પણ અત્યારથી જ પાણીની તંગીના સંકેતો મળે છે. પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ જવાનો આ એક આપણને ભોગવવો પડતો કુદરતનો શ્રાપ છે એમ કહીએ તો પણ ચાલે, તો બીજી બાજુ આપણી પ્રકૃતિએ આપણને આપેલ પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનું ચૂક્યા છીએ અને હજુ એનો વેડફાટ કરવાનું આપણે ભૂલ્યા નથી જેની સજા આવનારી પેઢીને ભોગવવાની થશે.
  જળસંચય એ આજના યુગની સૌથી મોટી અને તાતી જરૂરિયાત છે. ચોમાસામાં ગામોમાં કે શહેરોમાં પડતો વરસાદ અને એ વરસાદના વહી જતા પાણીને જો આપણે યોગ્ય વ્યવસ્થાતંત્ર ઊભું કરીને જમીનમાં પાછું ઉતારી શકીએ તો ભૂગર્ભ જળના સુત્રો ફરી જીવતા થાય અને એ રીતે લાંબા સમય સુધી આપણે જમીનમાં ઉતારેલા પાણીનો આગામી પેઢીને જીવવા માટે જરૂરી જળની ભેટ આપી શકીશું.
  શહેરોમાં વધતી વસ્તી અને વધતા જતા મકાનો વગેરેને કારણે મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાય ત્યારે બહુ મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે . વહી જતું કે ભરાઈ રહેતું આ વરસાદી પાણી જળ શક્તિ ખાડાઓ કરીને જમીનમાં પાછું ઉતારવામાં આવે તો આપણી આસપાસના વિસ્તારોમાં જમીનમાંથી લાંબા સમય સુધી પાણી ખેંચી શકાય એ વળી પાણી મફતમાં મળતું હોય ને લોકો એનો દુરુપયોગ કરે છે એની જગ્યાએ જો વીજળીની જેમ વપરાશી પાણીના માપ માટે મીટર મૂકવામાં આવે તો કદાચ લોકો જરૂરત કરતાં વધારે પાણી વાપરવાનું દુરાગ્રહ છોડવા મજબૂર બને.
આજના તાજા સમાચાર પ્રમાણે આમ તો આગામી ચોમાસુ 98 ટકા વરસાદ વાળુ એટલે કે સારા વરસાદના ચોમાસાની આગાહી આપે છે પણ સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતમાં ઓછો વરસાદ પડવાની શક્યતાઓ પણ આગાહીમાં જોવા મળે છે. ત્યારે આપણે સહુએ અત્યારથી જ ચેતી જવાની જરૂર છે અને આગામી ચોમાસામાં જે કંઈ વરસાદ પડે તે વરસાદી પાણીને ખાડાઓમાં કે એનો સંચય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણી આપણી આજ અને આવતીકાલને ગંભીર જળસંકટ માંથી બચાવી શકીશું.
Tags :
Advertisement

.

×