Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાયેલા સમૂહલગ્નોત્સવમાં 88 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા, ગૃહ રાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત

સુરતમાં સમૂહલગ્નના માધ્યમથી સામાજિક જાગૃતિનું કામ કરનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી રવિવારે યોજાયેલા ૬૪મા સમૂહલગ્નોત્સવમાં ૮૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.ગંગાસ્વરૂપા બહà«
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાયેલા સમૂહલગ્નોત્સવમાં 88  યુગલો લગ્નગ્રંથીથી જોડાયા  ગૃહ રાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત
સુરતમાં સમૂહલગ્નના માધ્યમથી સામાજિક જાગૃતિનું કામ કરનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી રવિવારે યોજાયેલા ૬૪મા સમૂહલગ્નોત્સવમાં ૮૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.
ગંગાસ્વરૂપા બહેનોના હસ્તે દીપ પ્રાગટ્યવિધિ
સામાન્ય રીતે લગ્ન કે અન્ય શુભ પ્રસંગોમાં ગંગા સ્વરૂપા બહેનોની અવગણના થતી હોય છે, ત્યારે પટેલ સમાજ દ્વારા દહેજ પ્રથા સહિત અન્ય કુરિવાજોને ડામવા માટેના વર્ષોથી થતા ભગીરથ પ્રયાસરૂપે યોજાયેલા આ સમૂહલગ્ન સમારોહમાં લોકોની માનસિકતા દૂર કરવા દીપ પ્રાગટ્યવિધિ ગંગાસ્વરૂપા બહેનોના હસ્તે કરવામાં આવી હતી.
સમુહ લગ્નો ગરીબ મા-બાપોને વ્યાજના ચક્કરમાંથી બચાવે છેઃ હર્ષ સંઘવી 
એક લગ્ન કરવા પાછળ આજીવન ની પુજી લાગી જતી હોય છે,પરિવારો વ્યાજમાં,દેવામાં પડી જતાં હોય છે.આ તમામ પાસા ઓને ધ્યાન માં લઇ સમૂહલગ્ન માં મુખ્ય મહેમાન બનેલા ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે  સમૂહલગ્નના આયોજન એ સામાન્ય પરિવારોને વ્યાજના ચક્કરમાંથી બચાવે છે.સૌરાષ્ટ્ર પટેલ સમાજને સમૂહલગ્ન અને અન્ય સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે તેઓ એ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશએ પણ ખુશી જાહેર કરી હતી,તેમણે કહ્યું હતું સુરત માં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા  ૪૦ વર્ષથી નિયમિત સમૂહલગ્ન યોજાય રહ્યા છે. તેનાથી અસંખ્ય પરિવારોને ફાયદો થયો છે. સામાજિક જાગૃતિ આવી છે.સાથે જ હવે સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે. સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા, સંસ્થાના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, વરાછાબેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા તથા લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરીયા તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શક નીચે ભવ્ય સમારોહનું આયોજન થયું હતું..સૌએ સમૂહલગ્નનો શ્રેય સ્વયંસેવકોને આપ્યો હતો.

મહિલા ખેલાડીઓનું સન્માન કરાયું 
સમૂહલગ્ન સમારોહમાં કોઇપણ નાતજાતના ભેદભાવ વિના રાષ્ટ્ર, સમાજના નિર્માણ માટે વિશેષ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા ખેલાડીઓનું સન્માન તથા એક લાખથી વધુની રકમનો પુરસ્કાર એનાયત કરાયો હતો. ઉપરાંત સમાજ દ્વારા નિર્માણ થનાર ડ્રીમ પ્રોજેક્ટ જમનાબા ભવન, કિરણ મહિલાભવન અંગે વિચારગોષ્ઠી, હોસ્ટેલ પ્રોજેક્ટ-૨ ઝડપથી સાકાર થાય એ માટે સમાજને સહયોગ માટે અનુરોધ કરાયો હતો.

લગ્નવિધિની શરૂઆત અગાઉ રાષ્ટ્રગાન
મોટા વરાછા ખાતેના ગોપીન ગામ ગ્રાઉન્ડ ખાતે સમૂહલગ્ન સમારોહમાં વર-કન્યા અને પક્ષકારો-મહેમાનો સહિત સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામે સમારોહ અને લગ્નવિધિની શરૂઆત અગાઉ એક સાથે રાષ્ટ્રગાનનું ગાન કરાયું હતું. સમારોહ થકી સમાજમાં રાષ્ટ્રોતના પ્રગટે એ માટે એકસાથે રાષ્ટ્રગીતને માન આપ્યું હતું.
શ્રદ્ધા કથીરિયાને 3.10 લાખનો ચેક અર્પણ કરાયો 
આ સમૂહલગ્નમાં ખેલાડીઓના સનમાન સાથે જરૂરિયાત મંદ ને મદદ પણ કરવામાં આવી હતી,એરિક્સ દોડમાં રાષ્ટ્રિય રોપિયન શ્રદ્ધા કથીરીયા હાલ ઓલમ્પિક્સ ગેમ્સ ૨૦૨૪ માટે તૈયારી કરી રહી છે. સૌરાષ્ટ્રમાં કાલાવડ નજીકની વિભાણીયા ગામના ખેતમજૂરની દીકરીને તાલીમ તથા સારા ખોરાક અને રહેવા માટે આર્થિક મદદની રૂર હતી. જેથી આ લગ્ન્સમારોહ ના શુભ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા શ્રદ્ધા કથીરીયાને ૩.૧૦ લાખનો ચેક અર્પણ કરી ઓલમ્પિકસ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા સમાજે શુભેચ્છા પાઠવી હતી, તે જ રીતે લાંબીકુદમાં ગોલ્ડમેડલ સાથે જુનિયર રાષ્ટ્રીય સેમ્પિયન કુમકુમ રામાણી તથા ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી વૈશાલી નીલેશભાઈ પટેલને પણ જયંતિભાઈ બાબરીયાના સહયોગથી રૂપિયા ૧૬ લાખ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.