ટ્વિટરના શેર હોલ્ડર સાઉદી પ્રિન્સે એલોન મસ્કની ઓફર ફગાવી, એલોન મસ્કે પણ વાળ્યો જવાબ
છેલ્લા ઘણા સમયથી ટ્વિટરને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એલોન મસ્કે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ હાલમાં એક શેર હોલ્ડરે એલોન મસ્કની આ ઓફર ફગાવી દીધી છે. ટેસ્લાના સીઈઓ એલોન
મસ્કે પ્રતિ શેર $54.20ના ભાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદવાની ઓફર
કરી છે. પરંતુ ટ્વિટરમાં રોકાણ કરનાર સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ વાલીદ બિન તલાલ
અલ સઈદે ટ્વીટ કરીને ઈલોન મસ્કની ઓફર ફગાવી દીધી છે. અલ વાલીદ બિન તલાલે
કહ્યું છે કે એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને ખરીદવા માટે ઓફર કરવામાં
આવેલી ઓફર ખૂબ ઓછી છે. તેણે 15 એપ્રિલે એક ટ્વિટમાં મસ્કની
ઓફરને નકારી કાઢી હતી. તેમણે ટ્વીટ કર્યું, "મને નથી લાગતું કે
એલોન મસ્ક દ્વારા પ્રસ્તાવિત $54.20 બિલિયન ટ્વિટરના
આંતરિક મૂલ્યની નજીક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્વિટરના સૌથી મોટા
અને લાંબા ગાળાના શેરધારકોમાંના એક તરીકે કિંગડમ હોલ્ડિંગ કંપની અને હું આ ઓફરને
નકારીએ છીએ.