સત્યેન્દ્ર જૈન કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત, તેમને પદ્મ વિભૂષણ મળવો જોઇએ : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ થયા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. જ્યાં એક તરફ ભાજપ દ્વારા સતત આપ સરકારને ઘેરવાનો પ્રયાસ શરુ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સતત સત્યેન્દ્ર જૈનનો બચાવ કરવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઇરાનીએ કરેલા સવાલોના જવાબમાં અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને પદ્મ વિભૂષણ આપવાનીવાત કહી છે.સત્યેન્દ્ર જૈન દેશભક્ત છેભાજપ નેતા àª
05:11 PM Jun 01, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ થયા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. જ્યાં એક તરફ ભાજપ દ્વારા સતત આપ સરકારને ઘેરવાનો પ્રયાસ શરુ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સતત સત્યેન્દ્ર જૈનનો બચાવ કરવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઇરાનીએ કરેલા સવાલોના જવાબમાં અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને પદ્મ વિભૂષણ આપવાનીવાત કહી છે.
સત્યેન્દ્ર જૈન દેશભક્ત છે
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીની આપ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ હજુ સુધી સત્યેન્દ્ર જૈનના મંત્રી રહેવા પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું હંમેશા કહેતો આવ્યો છું કે સત્યેન્દ્ર જૈન કટ્ટર પ્રમાણિક છે. તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તેઓ નિર્દોષ સાબિત થશે. તેમણે મોહલ્લા ક્લિનિકનું મોડેલ આપ્યું છે, જેને જોવા માટે દુનિયાભરના લોકો આવી રહ્યા છે. તેમને પદ્મ વિભૂષણ મળવો જોઈએ. સત્યેન્દ્ર જૈન દેશભક્ત છે. દેશને તેમના પર ગર્વ હોવું જોઇએ.
અમારી સરકાર કડક અને પ્રામાણિક
કેજરીવાલનું કહેવું છે કે તેમણે અંગત રીતે આ કેસ વાંચ્યો છે અને જૈન સામે લાગેલા આરોપો ખોટા છે. અમારી સરકાર ખૂબ જ કડક અને પ્રમાણિક છે. અમે કટ્ટર દેશભક્ત છીએ, શિરચ્છેદ કરી શકીએ છીએ પરંતુ દેશ સાથે ગદ્દારી નથી કરી શકતા. તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આ નિવેદન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નિવેદનના જવાબ તરીકે આવ્યું છે. જેમાં તેમણે સત્યેન્દ્ર જૈનને ક્લીનચીટ આપવા બદલ કેજરીવાલની ટીકા કરી હતી.
સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
સ્મૃતિ ઈરાનીએ આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલને ઘેર્યા હતા. તેમણે કહ્યું, સત્યેન્દ્ર જૈન એક ભ્રષ્ટ વ્યક્તિ છે જેને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે. શા માટે તેઓ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલને સવાલ પૂછ્યો કે, શું કેજરીવાલ એ વાતનો ઈન્કાર કરી શકે છે કે સત્યેન્દ્ર જૈને 2010થી 2016 દરમિયાન 4 શેલ કંપનીના પરિવારની મદદથી અને હવાલા ઓપરેટરની મદદથી મની લોન્ડરિંગ કર્યું હતું.
Next Article