યુપી વિધાનસભાના અધ્યક્ષ બન્યા સતિષ મહાના, જાણો શું કહ્યું યોગી અને અખિલેશે
ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સતિષ મહાનાને ચૂંટી લેવાયા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે બીજી વાર કાર્યભાર સંભાળ્યા પછી વિધાનસભા ગૃહને પહેલીવાર સંબોધન કર્યું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષ તરીકે નિયુકત કરાયેલા સતિષ મહાનાને અભિનંદન પાઠવ્યા હતા. યોગીએ કહ્યું, ખુબ આરોપ લગાવ્યા, હવે વિકાસ કરીએ ભાજપના વરિષ્ઠ નેતા સતિષ મહાનાને યુપી વિધાનસભાના અધ્યક્ષ તરીà
ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સતિષ મહાનાને ચૂંટી લેવાયા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે બીજી વાર કાર્યભાર સંભાળ્યા પછી વિધાનસભા ગૃહને પહેલીવાર સંબોધન કર્યું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષ તરીકે નિયુકત કરાયેલા સતિષ મહાનાને અભિનંદન પાઠવ્યા હતા.
યોગીએ કહ્યું, ખુબ આરોપ લગાવ્યા, હવે વિકાસ કરીએ
ભાજપના વરિષ્ઠ નેતા સતિષ મહાનાને યુપી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહને સંબોધીત કરતી વખતે તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે સત્તા પક્ષ અને વિપક્ષ લોકતંત્રના બે પૈડા છે અને બંને સાથે મળીને સકારાત્મક ભાવ સાથે રાજયની જનતાનો વિકાસ કરી શકે છે. આપણે ચૂંટણી દરમિયાન જોયુ કે નેતાઓએ એક બીજા પર ખુબ આરોપ પ્રત્યારોપ કર્યા હતા. આપણે કહી શકીએ કે રાજયની જનતા કયારેય નકારાત્મકતા સ્વીકાર કરતી નથી, પણ હંમેશા પ્રગતિશીલ વિચારને જ માને છે. જે સકારાત્મક હશે તેને જ લોકો સ્વીકારશે. યોગીએ કહ્યું કે હવે આપણે યુપીના વિકાસ પર વિચાર કરવાનો છે. યુવાઓ વિશે વિચારવાનું છે. મહિલાઓ વિશે પણ વિચારવાનું છે. મને વિશ્વાસ છે કે યુપી તમામ આશાઓને પુરી કરી શકશે જે દેશની જનતા કરી શકે છે.
સતિષ મહાનાને અભિનંદન આપ્યા
મુખ્યમંત્રીએ વિધાનસભાના અધ્યક્ષની પ્રશંસા કરતા કહ્યું હતું કે આપ સતત આઠમી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જે મોટી વાત છે. આપે જે કાર્યો કર્યા છે તે દર્શાવે છે. આપે ઔદ્યોગીક મંત્રી તરીકે રોકાણમાં અંદાજે સાડા ત્રણ લાખ પ્રસ્તાવોને લાવવામાં ભારે પરિશ્રમ કર્યો હતો. આ પદ પર ચૂંટાઇ આવવા બદલ આપને અભિનંદન છે.
અખિલેશે કહ્યું, આશા છે, તમે રમતનો હિસ્સો નહી બનો
આ તબક્કે વિપક્ષના નેતા અખિલેશ યાદવે પણ સતિષ મહાનાને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે આ મોટી જવાબદારી છે. તેમને આશા છે કે જયારે વિપક્ષ સવાલ ઉઠાવશે તો તમે તેમને પુરતો મોકો આપશે. આપ રાઇટથી ચૂંટાયા છો પણ હવે તમારે લેફ્ટ સામે પણ જોવું પડશે. આપ રેફરી છો જેથી આશા છે કે તમે કયારેય રમતનો હિસ્સો નહી બનો. અખિલેશ યાદવે કહ્યું કે તમે જેટલો વિપક્ષને મોકો આપશો , લોકશાહી તેટલી જ મજબૂત બનશે.
Advertisement