Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આયર્ન અને હિમોગ્લોબિન સહિત આ તમામની ઉણપ દૂર કરશે સરગવાના પાન

સરગવાના પાંદડાને અંગ્રેજીમાં મોરીંગોના પાંદડા કહેવાય છે. અને તેમાં ઘણાં લાભો પણ છૂપાયેલા છે. ત્યારે આવો જાણીએ તેના વિશે... 🌿 સરગવાના પાનના ફાયદા:-સરગવાના ઝાડની દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી હોય છે. સરગવાની શીંગો, સરગવાના દાણા, સરગવાના ફૂલમાં તે દરેકના ઔષધીય ગુણો હોય છે.પરંતુ સરગવાના પાંદડાની અંદર પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે અન્ય કોઈ ઝાડના પાંદડામાં હોતું નથી.તેના પાંદડામાં પુષ્કળ
આયર્ન અને હિમોગ્લોબિન સહિત આ તમામની ઉણપ દૂર કરશે સરગવાના પાન
સરગવાના પાંદડાને અંગ્રેજીમાં મોરીંગોના પાંદડા કહેવાય છે. અને તેમાં ઘણાં લાભો પણ છૂપાયેલા છે. ત્યારે આવો જાણીએ તેના વિશે...

 🌿 સરગવાના પાનના ફાયદા:-
  • સરગવાના ઝાડની દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી હોય છે. 
  • સરગવાની શીંગો, સરગવાના દાણા, સરગવાના ફૂલમાં તે દરેકના ઔષધીય ગુણો હોય છે.
  • પરંતુ સરગવાના પાંદડાની અંદર પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે અન્ય કોઈ ઝાડના પાંદડામાં હોતું નથી.
  • તેના પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનની સાથે એમિનો એસિડ પણ હોય છે.
  • આ સિવાય તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે.
  •  તેના પાંદડા હૃદય રોગ, ડાયાબિટીસ અને બળતરામાં પણ ઘણા મદદરૂપ થાય છે.
  • સામાન્ય રીતે કેળા પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ સરગવાના પાંદડામાં તેના કરતા સાત ગણું વધુ પોટેશિયમ હોય છે.
  • આ સાથે તેમાં વિટામિન B6 પણ હોય છે.
  • આ ખનિજો ઉપરાંત, તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન ઇ પણ હોય છે.
  • સરગવાના પાનને પાણીમાં ઉકાળી તેનું સેવન કરો. કારણ કે તેના એક કપમાં 0.24 ગ્રામ આયર્ન, મિલિગ્રામ ફોલેટ અને વિટામિન એ હોય છે. જેથી તેનું સેવન શરીરમાં આયર્ન અને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.
Advertisement
Tags :
Advertisement

.