Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સારા અલી ખાન ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતા બચી, યુઝર્સે કહ્યું- કેમ આવો ડ્રેસ કેમ પહેરો છો

તાજેતરમાં અભિનેત્રી સારા અલી ખાને મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. ઈવેન્ટમાંથી પરત ફરતી વખતે, સારા ઓપ્સ મોમેન્ટનો ભોગ બનતા બચી ગઈ હતી. હવો સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ ફોટોગ્રાફરોનો ક્લાસ લીધો હતો.કાર્તિક-સારા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યામુંબઈમાં યોજાયેલી પિંકવિલા સ્ટાઈલ આઈકોન ઈવેન્ટમાં સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટà
09:13 AM Jun 17, 2022 IST | Vipul Pandya
તાજેતરમાં અભિનેત્રી સારા અલી ખાને મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. ઈવેન્ટમાંથી પરત ફરતી વખતે, સારા ઓપ્સ મોમેન્ટનો ભોગ બનતા બચી ગઈ હતી. હવો સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ ફોટોગ્રાફરોનો ક્લાસ લીધો હતો.

કાર્તિક-સારા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા
મુંબઈમાં યોજાયેલી પિંકવિલા સ્ટાઈલ આઈકોન ઈવેન્ટમાં સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં એક્ટ્રેસ સારા અલી ખાન પણ હાઈ સ્લિટ બ્લેક ગાઉનમાં પહોંચી હતી. આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી હતી. બધાની નજર તેના પર ટકેલી હતી. ખાસ કરીને જ્યારે તેણે એક્ટર કાર્તિક આર્યન સાથે ફોટો પડાવ્યો ત્યારે તે સમયે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. કાર્તિક-સારા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા. જોકે ઇવેન્ટના અંતે, જ્યારે સારા ઘરે જવા લાગી, ત્યારે અભિનેત્રી કારમાં બેસતી વખતે ઉફ્ફ મોમેન્ટનો ભોગ બનવાથી બચી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં આ જોઈ શકાય છે. જોકે સારાએ ગ્લેમરસ લૂકમાં મહેફિલ લૂંટી હતી.
નોર્મલ મેકઅપ લુક સાથે દેખાઇ સારા 
સારા અલી ખાને બ્લેક હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેણે આ ગાઉન સાથે નોર્મલ મેકઅપ લુક કેરી કર્યો હતો. અભિનેત્રીની ગ્લેમરસ સ્ટાઈલ બધાને પસંદ આવી, પરંતુ અંતે શું થયું, કેટલાક લોકોએ તેને સત્ય પણ કહી દીધું. સેલિબ્રિટી ફોટોગ્રાફરે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સારા અલી ખાન લોકો સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. 
સારા ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતા બચી
બધા ફોટોગ્રાફર્સ તેનો ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત હતા અને પછી એક્ટ્રેસ કારમાં બેસવા લાગી. આ દરમિયાન તેણે પોતાના સ્લિટ ગાઉન પર હાથ મૂક્યો હતો. ફોટોગ્રાફર્સને તેણે એમ પણ કહ્યું- 'તમે બધા લોકો હવે જાઓ.' સારા કારમાં બેસતી વખતે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી, તેણે આવી પરિસિથિતિમાં માંડ માંડ પોતાનો ડ્રેસ  સંભાળ્યો હતો.
ચાહકોએ ફોટોગ્રાફરોનો ક્લાસ લીધો
સારા અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈને તેના ફેન્સ ફોટોગ્રાફર્સના ક્લાસ લઈ રહ્યા છે. એક ચાહકે લખ્યું, 'તમે બધા લોકો થોડી જગ્યા આપો.' અન્ય એકે લખ્યું, 'કોઈને અસ્વસ્થતા થઈ રહી હોય તો પણ કારમાં બેસીને દૂર થઈ જાય.' અન્ય એક પ્રશંસકે લખ્યું કે, 'સારા કમ્ફર્ટેબલ ન હોવાથી ત્યાંથી જવાનું પસંદ કર્યુ.' તો કેટલાક લોકો સારાને જ ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું, 'જ્યારે તમે કમ્ફર્ટેબલ નથી તો આવો ડ્રેસ કેમ પહેરો છો.' અન્ય એકે લખ્યું, 'તેણે આ ડ્રેસ પોતાની મરજીથી પહેર્યો નથી, સારાએ ક્યારેય આવો ડ્રેસ પહેર્યો નથી.'
Tags :
BollywoodNewsGujaratFirstKARTIKAARYANoppesmovmentSaraAliKhan
Next Article