Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રના લોકોમાં ગુસ્સો છે અને શિવસેનાની આ આગ સળગવી જ જોઇએ

પૂણેમાં શિવસેના કાર્યકરોએ એક બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં ભારે તોડફોડ થઇ છે. શિવસેનાના કાર્યકરોએ તોડફોડ બાદ સ્પ્રેથી દિવાલ પર ગદ્દાર સાવંત લખ્યું હતું. શિવસેનાના કાર્યકરોએ જય શિવાજીનો નારો લગાવીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ધારાસભ્યોની બળવાખોરી બાદ લોકોમાં આક્રોષ છે અને તેને રોકી ના શકાય તાનાજી સાવંતનો ઉલ્લેખ થતાં જ સà
સંજય રાઉતે કહ્યું  મહારાષ્ટ્રના લોકોમાં ગુસ્સો છે અને શિવસેનાની આ આગ સળગવી જ જોઇએ
પૂણેમાં શિવસેના કાર્યકરોએ એક બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં ભારે તોડફોડ થઇ છે. શિવસેનાના કાર્યકરોએ તોડફોડ બાદ સ્પ્રેથી દિવાલ પર ગદ્દાર સાવંત લખ્યું હતું. શિવસેનાના કાર્યકરોએ જય શિવાજીનો નારો લગાવીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ધારાસભ્યોની બળવાખોરી બાદ લોકોમાં આક્રોષ છે અને તેને રોકી ના શકાય 
તાનાજી સાવંતનો ઉલ્લેખ થતાં જ સંજય રાઉતે આક્રોષ સાથે કહ્યું કે તે કોંગ્રેસમાંથી શિવસેનામાં આવ્યા હતા અને તે પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેમણે કહ્યું કે એવા લોકોને અમે કપડા ઉતારીને રસ્તા પર ઉભા કરી શકીએ છીએ. 
સંજય રાઉતે તોફાન અંગે કહ્યું કે આ મહારાષ્ટ્રના લોકોનો આક્રોશ છે. મહારાષ્ટ્રમાં આવું ચાલતું નથી અને ગુસ્સો પણ રહેવો જોઇએ. આ શિવસેનાની આગ છે અનને અમે આ આગને બુઝાવા નહી દઇએ. તે બાલા સાહેબ ઠાકરેએ અમને કહ્યું છે. તે રાખ નહી થવી જોઇએ. આ આગને સળગતી રાખવા માટે જે સમિધાની જરુર છે તેને નાખતું રહેવું જોઇએ. 
તેમણે કહ્યું કે તમે અમારા ધારાસભ્યોનું અપહરણ કરશો તો અમે સુરક્ષા આપીશું અને અમે અમારો ગુસ્સો ના કાઢી શકીએ . શું અમે ના મર્દ છીએ.,..અમે ના મર્દ નથી. વધુમાં વધુ શું થશે, સત્તા જતી રહેશે. સત્તા અને બહુમત આવતી જતી રહે છે. તેમણે કહ્યું કે અસલી શિવસેના સાથે ઠાકરે નામ જોડાયેલું છે. શિંદે, રાણે, ભુજબલ આ લોકો તો આવતા જતા રહે છે. જો કોઇ કહે કે અમે બાલા સાહેબના ભક્ત છીએ તો તમે ભક્તિ કરો, પાર્ટીનો કબજો ના કરે જો કબજો કરશો તો તલવારનો જવાબ તલવારથી અપાશે. 
તેમણે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે આ મામલામાં પડવું ના જોઇએ. તે એક વાર ધોખો ખાઇ ચુક્યા છે. આ અમારો મામલો છે અને તેમાં પડશો તો તેમને જ વધુ તકલીફ પડશે. સેન્ટ્રલ પોલીસ મહારાષ્ટ્રના લોકોની સુરક્ષા કેમ કરે છે. આ લોકો ગદ્દાર છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી અને અમીત શાહે મહારાષ્ટ્રની બબાલમાં ના પડવું જોઇએ. 
Advertisement
Tags :
Advertisement

.