Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સલમાનના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ભાઈજાને કિસ કરીને કર્યું સ્વાગત, Video

આજે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) નો 57મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ (BirthDay) ના આ ખાસ અવસર પર તેમને અનેક અભિનંદન મળી રહ્યા છે. સલમાન ખાને પણ પોતાના 57માં જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં શાહરૂખ ખાન, તબ્બુ, જેનેલિયા ડિસોઝા, કાર્તિક આર્યન અને રિતેશ દેશમુખ સહિત ઘણા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ તમામ સ્ટાર્સમાં સૌથી વધુ હાઈલાઇટ્સ બની હોય તો તે સલàª
02:05 PM Dec 27, 2022 IST | Vipul Pandya
આજે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) નો 57મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ (BirthDay) ના આ ખાસ અવસર પર તેમને અનેક અભિનંદન મળી રહ્યા છે. સલમાન ખાને પણ પોતાના 57માં જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં શાહરૂખ ખાન, તબ્બુ, જેનેલિયા ડિસોઝા, કાર્તિક આર્યન અને રિતેશ દેશમુખ સહિત ઘણા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ તમામ સ્ટાર્સમાં સૌથી વધુ હાઈલાઇટ્સ બની હોય તો તે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સંગીતા બિજલાની (Sangeeta Bijlani) રહી હતી. તેણે પણ આ પાર્ટીમાં પોતાની હાજરી નોંધાવી હતી. સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં અભિનેત્રી જાંબલી રંગના વન-પીસમાં પહોંચી હતી.
સલમાને સંગીતા બિજલાનીને કરી Kiss
સલમાન ખાને પોતાના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન ખાનનો જૂનો પ્રેમ સંગીતા બિજલાની પણ જોવા મળી હતી. એક્સ ગર્લફ્રેન્ડને જોઈને સલમાન ખાને જે કર્યું તે હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. સલમાને પહેલા તો તેની પાસે ઉભા રહીને ફોટા પડાવ્યા હતા અને તે પછી તેને પ્રેમથી ગળે લગાવી અને પછી તેને કિસ કરી હતી. વિરલ ભાયાણીએ સલમાન ખાન અને સંગીતા બિજલાનીનો એક વીડિયો શેર કર્યો છે. સંગીતાને છોડતા પહેલા સલમાન તેને ગળે લગાવે છે અને કપાળ પર કિસ કરે છે. 
62 વર્ષની ઉંમરે પણ સંગીતા લાગે છે ખૂબ સુંદર
સંગીતા બિજલાની 62 વર્ષની છે. પરંતુ તેનો ગ્લેમરસ લુક અને સ્ટાઈલ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. તેની આ ગ્લેમરસ સ્ટાઈલથી પાર્ટીની ચમક પણ વધી ગઈ હતી. જણાવી દઈએ કે, સલમાન ખાન અને સંગીતા બિજલાની લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી ચુક્યા છે અને મીડિયા અનુસાર, સલમાન અને સંગીતાના લગ્નના કાર્ડ પણ છપાયા હતા, પરંતુ કમનસીબે બંને લગ્ન કરી શક્યા ન હોતા. વળી, સલમાન ખાનથી અલગ થયા પછી, સંગીતાએ વર્ષ 1996 માં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા અને વર્ષ 2010 માં તેના પતિથી છૂટાછેડા લીધા. સંગીતાના આજે છૂટાછેડા થઈ ગયા છે અને સલમાને હજુ લગ્ન કર્યા નથી.
10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા
સંગીતા બિજલાની અને સલમાન ખાન એક સમયે તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહેતા હતા. બંને લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરે છે. પરંતુ લગ્ન પહેલા જ આ સંબંધ તૂટી ગયો હતો. સલમાનની પાર્ટીની વાત કરીએ તો સંગીતા બિજલાનીએ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સલમાન ખાનના અને સંગીતાના પ્રેમ પ્રકરણ વિશે ઘણી વખત ચર્ચાઓ થઇ ચુકી છે. પરંતુ હાલમાં આ વીડિયો સામે આવ્યા બાદ એકવાર ફરી આ બન્નેની જોડી વિશે ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન બ્લેક જીન્સ અને સ્વેટર પહેરેલો જોવા મળે છે અને તે ખૂબ જ સ્માર્ટ દેખાય છે. સંગીતા એ બ્લુ શિમર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્લિપમાં, સલમાન પહેલા સંગીતા બિજલાનીને ગળે લગાવે છે અને પછી તેના કપાળને પકડીને ચુંબન કરે છે. 
વીડિયો પર યુઝર્સે લખ્યું - પહેલો પ્રેમ પહેલો જ રહે છે
આ તસવીરો સામે આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંનેએ ફરી એકવાર ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. સલમાનના આ કેરિંગ અને પ્રેમાળ સ્વભાવને જોઈને ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, સલમાન ભાઈનો જન્મદિવસ છે અને સંગીતા મેમને ભેટ મળી છે. અન્ય એક યુઝરે લખ્યું, પહેલો પ્રેમ પહેલો જ રહે છે. અન્ય એક યુઝરે લખ્યું, બાળપણનો પ્રેમ ન ભૂલવો જોઈએ?
આ પણ વાંચો - આજે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો આજે છે જન્મદિવસ, જાણો તેની સાથે જોડાયેલા 10 રહસ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhaijanSalmanKhanbirthdayBollywoodGujaratFirstKissSalmanKhanSalmanKhan'sBirthdaySangeetaBijlaniViralVideo
Next Article