Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Samsung Galaxy Tab S6 Lite S લૉન્ચ, જાણો શું છે નવા ફીચર

Samsung Galaxy Tab S6 Lite (2022) લોન્ચ કરવામાં આવ્યું છે. ટેબ્લેટ સ્નેપડ્રેગન 720G SoC સાથે 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. Samsung Galaxy Tab S6 Liteના 2020 વેરિઅન્ટમાં Exynos 9611 પ્રોસેસર હતું. ટેબ્લેટ એસ પેન સપોર્ટ, AKG ટ્યુન સ્પીકર્સ સાથે 10.4-ઇંચની એલસીડી ડિસ્પ્લે ધરાવે છે અને 3.5mm હેડફોન જેક સાથે આવે છે. તે એન્ડ્રોઇડ 12-બેઝ વન UI 4 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે.Samsung Galaxy Tab S6 Lite (2022) ની કિંમત 399.90 યુરો  એટલે કે અંદાજે લગભગ 32,200 રૂપિયા રાખવા
samsung galaxy tab s6 lite s લૉન્ચ   જાણો શું છે નવા ફીચર
Samsung Galaxy Tab S6 Lite (2022) લોન્ચ કરવામાં આવ્યું છે. ટેબ્લેટ સ્નેપડ્રેગન 720G SoC સાથે 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. Samsung Galaxy Tab S6 Liteના 2020 વેરિઅન્ટમાં Exynos 9611 પ્રોસેસર હતું. ટેબ્લેટ એસ પેન સપોર્ટ, AKG ટ્યુન સ્પીકર્સ સાથે 10.4-ઇંચની એલસીડી ડિસ્પ્લે ધરાવે છે અને 3.5mm હેડફોન જેક સાથે આવે છે. તે એન્ડ્રોઇડ 12-બેઝ વન UI 4 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે.
Samsung Galaxy Tab S6 Lite (2022) ની કિંમત 399.90 યુરો  એટલે કે અંદાજે લગભગ 32,200 રૂપિયા રાખવામાં આવી છે. તે એમેઝોન પર એક જ 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટમાં પ્રી-ઓર્ડર માટે આપવામાં આવ્યું છે. લિસ્ટિંગ અનુસાર ટેબલેટ ઓક્સફોર્ડ ગ્રે કલરમાં જ તૈયાર કરવામાં આવ્યું છે અને 23 મેં થી તમે આ ટેબ્લેટની ખરીદી કરી શકશો. ટેબ્લેટ અંગેની કોઈ માહિતી હજુ સુધી સેમસંગ ઇટાલી વેબસાઇટ પર મુકવામાં આવી નથી અને LTE મોડલ હજુ સુધી એમેઝોન લિસ્ટિંગમાં સમાવેલ નથી. કંપનીએ ભારત સહિત અન્ય બજારોમાં ટેબલેટ લોન્ચ કરવાની યોજનાની જાહેરાત કરવાની બાકી છે. અત્યારે તેને માત્ર ઈટાલીમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.
2020 માં, સેમસંગે ભારતમાં Samsung Galaxy Tab S6 Lite લોન્ચ કર્યું હતું.  જેની કિંમત ફક્ત Wi-Fi વેરિયન્ટ માટે રૂ. 27,999 છે જ્યારે LTE મોડલ માટે રૂ. 31,999 છે. આ ટેબલેટ એમેઝોન અને સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર દ્વારા એન્ગોરા બ્લુ, શિફોન પિંક અને ઓક્સફોર્ડ ગ્રે કલર વિકલ્પોમાં વેચાય છે.
Samsung Galaxy Tab S6 Lite (2022) Android 12-base One UI 4 પર ચાલે છે. તેમાં 2020 મોડલની જેમ 10.4-ઇંચ WUXGA (1,200x2,000 પિક્સેલ્સ) TFT ડિસ્પ્લે આપવામાં આવી છે . ટેબ્લેટ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 720G SoC પ્રોસેસર પર કાર્ય કરે છે.  જેમાં  4GB RAM આપવામાં આવી  છે. ફોટા અને વિડિયો માટે ઓટો-ફોકસ લેન્સ આપવામાં આવ્યો છે.  સિંગલ  8-મેગાપિક્સલનું કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે. Samsung Galaxy Tab S6 Lite (2022) સેલ્ફી અને વિડિયો ચેટ્સ માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો આપવામાં આવ્યો છે.
ટેબલેટ 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ટેબલેટ ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે AKG ટ્યુન સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે. Galaxy Tab S6 Lite 7,040mAhની દમદાર બેટરી આપવામાં આવી છે . એમેઝોન લિસ્ટિંગ અનુસાર ટેબલેટ એસ પેન સપોર્ટ સાથે પણ આવે છે અને તેનું વજન 465 ગ્રામ છે.
Advertisement
Tags :
Advertisement

.