Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મમાંથી સામંથા આઉટ, સલમાન ખાનની આ હિરોઈન અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરશે!

તમારે બધાએ પુષ્પા 2 ની રિલીઝની રાહ જોવી પડશે. ફિલ્મની રિલીઝમાં હજુ વિલંબ છે. પરંતુ અમે તમારા માટે પુષ્પા 2 વિશે એક મોટા સમાચાર લઈને આવ્યા છીએ જેનાથી સામંથાના ચાહકોને મોટો આંચકો લાગી શકે છેતમે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા જોઈ જ હશે, આખરે તો આ ફિલ્મની સુનામી આખા દેશમાં હતી. સાઉથની દિવા સામંથાએ આ ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું હતું. સામન્થાએ ઓઓ અંતવા ગીતમાં પોતાની સુંદરતા બતાવીને દર્શકà«
ફિલ્મમાંથી સામંથા આઉટ  સલમાન ખાનની આ હિરોઈન અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરશે
તમારે બધાએ પુષ્પા 2 ની રિલીઝની રાહ જોવી પડશે. ફિલ્મની રિલીઝમાં હજુ વિલંબ છે. પરંતુ અમે તમારા માટે પુષ્પા 2 વિશે એક મોટા સમાચાર લઈને આવ્યા છીએ જેનાથી સામંથાના ચાહકોને મોટો આંચકો લાગી શકે છેતમે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા જોઈ જ હશે, આખરે તો આ ફિલ્મની સુનામી આખા દેશમાં હતી. સાઉથની દિવા સામંથાએ આ ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું હતું. સામન્થાએ ઓઓ અંતવા ગીતમાં પોતાની સુંદરતા બતાવીને દર્શકોની વાહ વાહી લુંટી લીધી હતી. ટૂંક સમયમાં પુષ્પા 2 આવશે, ચાહકોને અપેક્ષા હતી કે બીજા ભાગમાં પણ સામંથાના લટકા જોવા મળશે. એવું  બનવું મુશ્કેલ લાગે છે.

સામંથા આઉટ, સલમાનની હિરોઈન ઇન!
મિડિયા રિપોર્ટ અનુસાર, પુષ્પા 2માંથી સામંથાને રિપ્લેસ કરવાની તૈયારી ચાલી રહી છે. તમને જાણીને આશ્ચર્ય નહીં થાય પુષ્પા 2 ના આ સિઝલિંગ ગીતમાં સલમાન ખાનની હિરોઈન કાસ્ટ થઇ શકે છે. અહીં ચર્ચા છે હોટ અને સેન્સેશનલ દિશા પટણીનું નામ ટોપ પર છે. હવે જોવાનું એ રહેશે કે દિશાના નામ પર મહોર લાગે છે કે પછી મેકર્સ બીજી બોલિવૂડ હિરોઇનને કાસ્ટ કરે છે.

પુષ્પામાં અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પુષ્પાને હિન્દી પ્રાંતમાં પણ સારો આવકાર મળ્યો હતો. પુષ્પાને હિન્દી બેલ્ટમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. પુષ્પાના હિન્દી વર્ઝનની કમાણીએ બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મની કમાણીના આટલી તગડી હશે એવું કોઈએ વિચાર્યું ન હતું. પુષ્પાની સફળતા સાથે અલ્લુ અર્જુન સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. 

જો દિશા પુષ્પા 2 માં એન્ટ્રી મેળવે તો..
પુષ્પામાં જો દિશા પટણીની વાત કરીએ તો તેની પાસે ઘણી બોલિવૂડ ફિલ્મો પાઈપલાઈનમાં છે. દિશાએ તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સથી ઘણી વખત ચાહકોને છીનવી લીધા છે. દિશા તેની ફિટનેસ અને સોશિયલ સેન્સેસન માટે પણ જાણીતી છે. તેની મિલિયન ડોલરની સ્માઇલ લાખો હૃદયને આકર્ષે છે.,જો દિશા પુષ્પા 2 માં એન્ટ્રી મેળવે છે, તો તે તેના ચાહકો માટે કેક પર આઈસિંગ હશે.
Advertisement
Tags :
Advertisement

.