Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન જેલમાંથી થયા મુક્ત, 27 મહિનાથી હતા જેલમાં

સુપ્રીમ કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન શુક્રવારે સીતાપુરથી જેલમાંથી બહાર આવ્યા છે. છેલ્લા  27 મહિનાથી જેલમાં રહેલા આઝમ ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર થયા પછી, ગઈકાલે, રામપુરની એક વિશેષ અદાલતે આઝમ ખાનની મુક્તિ માટે સીતાપુર જેલ પ્રશાસનને પત્ર મોકલ્યો હતો.  આઝમ ખાનની મà«
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન જેલમાંથી થયા મુક્ત  27 મહિનાથી હતા જેલમાં
સુપ્રીમ કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન શુક્રવારે સીતાપુરથી જેલમાંથી બહાર આવ્યા છે. છેલ્લા  27 મહિનાથી જેલમાં રહેલા આઝમ ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર થયા પછી, ગઈકાલે, રામપુરની એક વિશેષ અદાલતે આઝમ ખાનની મુક્તિ માટે સીતાપુર જેલ પ્રશાસનને પત્ર મોકલ્યો હતો.  આઝમ ખાનની મુક્તિ દરમિયાન સીતાપુર જેલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી. આઝમ ખાન સીતાપુરથી સીધા રામપુર જશે.
આજે (શુક્રવારે) સવારે આઝમ ખાનને રિસીવ કરવા પ્રસપા નેતા શિવપાલ સિંહ યાદવ, સપા ધારાસભ્ય અને તેમના પુત્રો અબ્દુલ્લા આઝમ અને આશુ મલિક સીતાપુર જેલ પહોંચ્યા હતા. બિલારીના સપા ધારાસભ્ય મોહમ્મદ અબ્દુલ્લા આઝમ સાથે ફહીમ પણ પહોંચ્યો હતો. તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.
જાણો શું કહ્યું કોર્ટે
 જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. એસ  બોપન્નાએ બંધારણની કલમ 142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને ખાનને જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કોર્ટ નિયમિત જામીનની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી તે વચગાળાના જામીન પર રહેશે. બેન્ચે કહ્યું, 'બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારોનો ઉપયોગ કરવા માટે આ યોગ્ય કેસ છે.'
88 કેસમાં મળ્યા જમીન 
આઝમ ખાન જમીન હડપવા સહિતના અન્ય ઘણા કેસમાં ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની સીતાપુર જેલમાં બંધ છે. તેની સામે લગભગ 90 જેટલા કેસ નોંધાયેલા છે. તેમને 88 કેસમાં જામીન મળ્યા છે. આઝમ ખાન ફેબ્રુઆરી 2020 થી જેલમાં હતો. તેમની મુક્તિ પહેલા સીતાપુર જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.