Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, ધમકી ભર્યો પત્ર મળ્યો

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જ્યારે સલમાન ખાનના પિતા સવારે જોગિંગ માટે ગયા હતા, જ્યાં તેઓ બેન્ચ પર બેઠા હતા, ત્યારે તેમને એક પત્ર મળ્યો હતો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની પણ સિદ્ધુ મૂસેવાલા જેવી હાલત થશે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પત્ર સલીમ ખાનને સવ
02:17 PM Jun 05, 2022 IST | Vipul Pandya
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જ્યારે સલમાન ખાનના પિતા સવારે જોગિંગ માટે ગયા હતા, જ્યાં તેઓ બેન્ચ પર બેઠા હતા, ત્યારે તેમને એક પત્ર મળ્યો હતો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની પણ સિદ્ધુ મૂસેવાલા જેવી હાલત થશે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પત્ર સલીમ ખાનને સવારે 7:30 થી 8:00 વાગ્યાની આસપાસ મળ્યો હતો. બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બાંદ્રામાં FIR નોંધાઈ
પોલીસે આ મામલામાં મુંબઈના બાંદ્રામાં એફઆઈઆર નોંધી છે. ખાસ વાત એ છે કે સિદ્ધુ મુસેવાલાના મોત બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કારણ કે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના મુખ્ય શકમંદ બિશ્નોઈએ થોડા વર્ષો પહેલા સલમાન ખાનને મારવાની યોજના બનાવી હતી. તેને ધ્યાનમાં રાખીને સલમાન ખાન તરફના ખતરાને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તિહાર જેલમાં બંધ છે.
Tags :
DeathThreatGujaratFirstSalmanKhanthreateningletter
Next Article