Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સલમાન ખાનને મળ્યું હથિયાર રાખવાનું લાયસન્સ, ધમકી બાદ મુંબઇ પોલીસની કાર્યવાહી

સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને થોડા અઠવાડિયા પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હવે મુંબઇ પોલીસ દ્વારા સલમાન ખાનને હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું છે. સલમાન ખાનને મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ હતી.  સલમાન પણ પોતાની અને સલીમ ખાનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયો હતો. આ ધમકીભર્યા પત્ર બાદ સલમાન àª
07:02 AM Aug 01, 2022 IST | Vipul Pandya
સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને થોડા અઠવાડિયા પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હવે મુંબઇ પોલીસ દ્વારા સલમાન ખાનને હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું છે. 
સલમાન ખાનને મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ હતી.  સલમાન પણ પોતાની અને સલીમ ખાનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયો હતો. આ ધમકીભર્યા પત્ર બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સલમાન બુલેટપ્રૂફ વાહનમાં ફરતો હતો, હવે મુંબઈ પોલીસે તેને હથિયારનું લાયસન્સ પણ ઈશ્યુ કર્યું છે. હવે દબંગ ખાન પોતાની સુરક્ષા માટે હથિયારો રાખી શકશે.
ઉલ્લેખનિય છે કે  બે મહિના પહેલા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. સાથે જ લોરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. લોરેન્સે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે બે વર્ષ પહેલા સલમાન ખાનના ઘરની રેકી પણ કરી હતી અને અભિનેતાની હત્યા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. સલમાન ખાન અને સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'તમારી પણ એવી જ હાલત થશે જેવી સિદ્ધુ મૂસેવાલાની થઇ હતી.'
સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્ર બાદ મુંબઈ પોલીસ ગંભીરતાથી તપાસમાં લાગેલી છે. તાજેતરમાં જ સલમાન ખાન આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને મળ્યો હતો. આ ઉપરાંત તેમણે તાજેતરમાં હથિયારના લાયસન્સ માટે પણ અરજી કરી હતી જે હવે એક મુદ્દો બની ગયો છે.
 સલમાન ખાન હવે સફેદ રંગની બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં ફરે છે. આ સિવાય સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ પણ તેમની સાથે હોય છે.
Tags :
GujaratFirstlicenseMumbaiPoliceSalmanKhan
Next Article