Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સકીના તેના પતિથી માત્ર 33 કિમી દુર પ્રિયા બનીને રહેતી હતી, પણ...

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહારાજગંજ જિલ્લામાંથી ગત વર્ષે ગુમ(Missing) થયેલી સકીના એક વર્ષ બાદ મળી આવ્યા બાદ પોલીસે તેની તપાસ કરતાં પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. સકીના પ્રિયા બનીને તેના પૂર્વ પતિના ઘરથી 33 કિમી દુર બીજા પતિ સાથે રહેતી હતી જેથી પોલીસ ચોંકી ઉઠી હતી. સકીના 1 વર્ષથી પ્રિયા બનીને રહેતી હતીપોલીસ સકીનાની સતત શોધખોળ કરી રહી હતી. જો કે તે હવે બીજા લગ્ન કરીને પ્રિયા બની ગઈ હતી. સકીનામ
સકીના તેના પતિથી માત્ર 33 કિમી દુર પ્રિયા બનીને રહેતી હતી  પણ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહારાજગંજ જિલ્લામાંથી ગત વર્ષે ગુમ(Missing) થયેલી સકીના એક વર્ષ બાદ મળી આવ્યા બાદ પોલીસે તેની તપાસ કરતાં પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. સકીના પ્રિયા બનીને તેના પૂર્વ પતિના ઘરથી 33 કિમી દુર બીજા પતિ સાથે રહેતી હતી જેથી પોલીસ ચોંકી ઉઠી હતી. 

સકીના 1 વર્ષથી પ્રિયા બનીને રહેતી હતી
પોલીસ સકીનાની સતત શોધખોળ કરી રહી હતી. જો કે તે હવે બીજા લગ્ન કરીને પ્રિયા બની ગઈ હતી. સકીનામાંથી પ્રિયા બનેલી સકીના ઉર્ફે પ્રિયાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પૂર્વ પતિ તેને હેરાન કરતો હતો, તેથી તેણે સાસરિયાના ઘરેથી ભાગીને ફરીથી લગ્ન કરી લીધા હતા.

પોલીસ જ્યારે સકીના પાસે પહોંચી ત્યારે...
સકીના 2021માં તેના સાસરિયાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેના પતિએ આ મામલે પોલીસને જાણ કરી હતી. તેને શોધવા માટે જ્યારે પોલીસે 2022 માં 'ઓપરેશન તલાશ' શરૂ કર્યું, ત્યારે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ ઉંડી તપાસ કરતાં કરતાં  જ્યારે સકીના સુધી પહોંચી ત્યારે તે સકીનામાંથી પ્રિયા બની ચુકી હતી. પ્રિયા બનેલી સકીના તેના પૂર્વ સાસરીયાઓથી 33 કિલોમીટર દુર  તેના બીજા પતિ પંકજ સાથે ખુશીથી રહેતી હતી.
પોલીસે શરુ કર્યું ઓપરેશન તલાશ
પોલીસે ગુમ થયેલા લોકોને શોધવા માટે 'ઓપરેશન તલાશ' શરૂ કર્યું છે. આ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ગુમ થયેલા લોકોના આધાર કાર્ડ મેળવી સાયબર સેલ દ્વારા તે આધાર કાર્ડ પરનો મોબાઈલ નંબર શોધે છે અને ત્યારબાદ તેનો સીડીઆર કાઢીને તપાસ કરી રહી છે.  
130માંથી 38 ગુમ લોકો મળ્યા 
પોલીસે કહ્યું કે જિલ્લામાં 'ઓપરેશન તલાશ' ચલાવીને 130 ગુમ થયેલા લોકોમાંથી 38  લોકોને શોધી કઢાયા છે.આ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ પોલીસ સ્ટેશનોમાંથી ગુમ થયેલા લોકોની યાદી લેશે અને તેમની શોધ શરુ કરે છે. જેમાં સાયબર સેલની મદદ પણ લેવામાં  આવી રહી છે.અત્યાર સુધી જે લોકો ગુમ થયા છે તેમાંથી કેટલાક તેમના ઘરે ગયા અને પુખ્ત વયની મહિલાઓના પરિવારને તેમના બીજા લગ્ન માટે જાણ કરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.