Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ “સ્ત્રીઆર્થના અજવાળાને” વધારે ઝળહળાવે તેવી અપેક્ષા !

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ “સ્ત્રીઆર્થના અજવાળાને”  વધારે ઝળહળાવે તેવી અપેક્ષા સાથે થોડીક વધુ વાત કરીએ. લગભગ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો પણ કહેવાતા સ્ત્રી સ્વાતંત્ર્ય કે મહિલાઓની સમાન દરજ્જા વિષે હજુ બહુ સકારાત્મક પરિવર્તનો થવાના બાકી છે. મહિલા દિવસની ઉજવણીનું કદાચ આજ માહાત્મ્ય છે. હવે આપણે ભારત વર્ષમાં સ્ત્રીઓની સ્થિતી વિષે વાત કરીએ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ  ldquo સ્ત્રીઆર્થના અજવાળાને rdquo   વધારે ઝળહળાવે તેવી અપેક્ષા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ “સ્ત્રીઆર્થના અજવાળાને”  વધારે ઝળહળાવે તેવી અપેક્ષા સાથે થોડીક વધુ વાત કરીએ. લગભગ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો પણ કહેવાતા સ્ત્રી સ્વાતંત્ર્ય કે મહિલાઓની સમાન દરજ્જા વિષે હજુ બહુ સકારાત્મક પરિવર્તનો થવાના બાકી છે. મહિલા દિવસની ઉજવણીનું કદાચ આજ માહાત્મ્ય છે. 
હવે આપણે ભારત વર્ષમાં સ્ત્રીઓની સ્થિતી વિષે વાત કરીએ તો રામાયણની સીતા, મહાભારતની દ્રોપદી કે કર્ણ પુત્રી શકુંતલાથી માંડીને આજની નિર્ભયાઓ અને ગ્રીષ્માઓ - અનેક ઘટનાઓ નવા જમાનાના નવા સ્ત્રીઆર્થના અજવાળામાં જોવા જાણવા મુલવવા અને પછી અને સુલઝાવવા  માટે પુરુષાર્થને સ્ત્રીઆર્થનો સમન્વયકારી પ્રયત્ન કરવો રહ્યો. 
આ એજ દેશ છે કે જે જ્યાં આપણા સહુના પૂજનીય અને આદરણીય કવિએે તત્કાલીન સામાજીક પરિસ્થિતિના સંદર્ભમાં ગાયું કે, “ઢોર ગવાર પશુ ઓર નારી, યહ સબ તાડન કે અધિકારી”.
આજે તો રુંવાડા ઉભા કરી નાખે તેવી આ વાત લાગે છે પણ ભારતીય સામાજીક વ્યવસ્થાના દેખાતા ઉપરછલ્લા પટની નીચે ખાસ કરીને તળપ્રદેશોમાં  હજી પણ ઉપરોક્ત કવિપંક્તિ પુરુષની માનસિકતામાંથી સંપૂર્ણ ભૂંસાઇ હોય તેવું જણાતું નથી. એને માટે કોને જવાબદાર ગણીશું? કુટુંબ, સમાજ, પુરૂષ, સરકાર કે સ્ત્રી પોતે ? 
આમ તો આ અને બીજા અન્ય સઘળા એકમોના સમ્મિલીત પ્રયાસની જરૂર છે પણ આ દરેક એકમની વિશેષ જવાબદારીના સંદર્ભમાં હવે પછી આપણે તો ચર્ચા કરવાના જ છીએ. પણ આ  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઉપરોક્ત એકમોના સઘળા પ્રતિનિધિઓએ થોડુંક મૌલિક ચિંતન કરવાનું આજે સંકલ્પ કરવો એજ આજના દિનની ઉજવણીનું સાચું તાત્પર્ય બની રહે. 
Advertisement
Tags :
Advertisement

.