પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી સાધન પાંડેનું નિધન
તૃણમૂલ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને મમતા સરકારનાં ગ્રાહક બાબતો અને સ્વરોજગાર મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મમતા બેનર્જીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો મમતાએ શોક વ્યક્ત કરતાં લખ્યું કે, અમારા વરિષ્ઠ સહયોગી, પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી અદ્ભુત સંબંધ હતો. આ à
08:58 AM Feb 20, 2022 IST
|
Vipul Pandya
તૃણમૂલ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને મમતા સરકારનાં ગ્રાહક બાબતો અને સ્વરોજગાર મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
મમતા બેનર્જીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
મમતાએ શોક વ્યક્ત કરતાં લખ્યું કે, અમારા વરિષ્ઠ સહયોગી, પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી અદ્ભુત સંબંધ હતો. આ ખોટથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવાર, મિત્રો, અનુયાયીઓ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.
ગયા વર્ષે જુલાઈમાં મંત્રી સાધન પાંડેને ફેફસામાં ગંભીર ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન તેમની હાલત ખૂબ જ નાજુક બની ગઈ હતી અને તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થતાં તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા પરંતુ આજે રવિવારે તેમનું નિધન થયું હતું.
રાજકીય કારકિર્દી ખુબ લાંબી હતી
સાધન પાંડે 2011 સુધી ઉત્તર કોલકાતાના બર્ટોલા મતવિસ્તારમાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તૃણમૂલ કોંગ્રેસ જ્યારે થી સત્તામાં આવી ત્યારથી પાંડે માનિકતલા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. જયારે છેલ્લા 1 વર્ષથી ફેફસાની બીમારી સામે લડી રહ્યા હતા અને આજે રવિવારે તે જંગ હારી ગયા .
Next Article