Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સચિન પાયલટની સોનિયા ગાંધીને ચેતવણી, જો ગેહલોતને તાત્કાલિક CM પદેથી નહીં હટાવો તો થશે પંજાબ જેવા હાલ

કોંગ્રેસ માટે લાગે છે કે મુશ્કેલીનો કાળ ચાલી રહ્યો છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસમાં એક પછી એક સમસ્યા સામે આવીને ઉભી રહે છે. ભારે ગડમથલ બાદ પંજાબમાંથી હાથ ધોઈ નાખ્યા બાદ હવે રાજસ્થાનમાં મુશ્કેલી ઉભી થઈ છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજસ્થાનમાં રાજકીય ગરમાવો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે સોનિયા ગાંધીને મળીને અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટàª
સચિન પાયલટની સોનિયા ગાંધીને ચેતવણી 
જો ગેહલોતને તાત્કાલિક cm પદેથી નહીં હટાવો તો થશે પંજાબ જેવા હાલ

કોંગ્રેસ માટે લાગે છે કે મુશ્કેલીનો કાળ ચાલી રહ્યો છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસમાં એક પછી એક સમસ્યા સામે આવીને ઉભી રહે છે. ભારે ગડમથલ બાદ પંજાબમાંથી હાથ ધોઈ નાખ્યા બાદ હવે રાજસ્થાનમાં મુશ્કેલી ઉભી થઈ છે. રાજસ્થાન
વિધાનસભા ચૂંટણી
2023
પહેલા રાજસ્થાનમાં રાજકીય
ગરમાવો
છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે સોનિયા ગાંધીને મળીને અશોક ગેહલોતને મુખ્યમંત્રી
પદેથી હટાવવાની માંગ કરી આવ્યો છે. સચિન પાયલોટ ભૂતકાળમાં ગાંધી પરિવાર સાથે ત્રણ વખત
મુલાકાત કરી ચૂક્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દરમિયાન પાયલોટે
કોંગ્રેસ હાઈકમાન્ડને કહ્યું છે કે ગેહલોતને હટાવવામાં સમય લગાડશો તો રાજસ્થાનમાં
પંજાબ જેવી સ્થિતિ સર્જાશે. સૂત્રોનું એ પણ કહેવું છે કે સચિન પાયલટે પણ સોનિયા
પાસે પોતાને સીએમ બનાવવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય
છે કે તાજેતરમાં સચિન પાયલટે નવી દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
એવું માનવામાં આવે છે કે સચિન પાયલટે સોનિયા ગાંધીને સ્પષ્ટ કહ્યું હતું કે જો
રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનાવવી હોય તો અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ
પરથી હટાવવા પડશે.
NDTV પાસેથી મળતી માહિતી મુજબ સચિન પાયલટે
પોતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. પાયલોટ પહેલા સોનિયા ગાંધીએ સીએમ અશોક
ગેહલોતને નવી દિલ્હીમાં મીટિંગ માટે બોલાવ્યા હતા.

Advertisement


તો
બીજી તરફ પાંચ દિવસ પહેલા
જયપુરમાં એક કાર્યક્રમમાં સીએમ
ગેહલોતે કહ્યું હતું કે મારું રાજીનામું કાયમી સોનિયા ગાંધી પાસે રાખવામાં આવ્યું
છે. નોંધનીય છે કે
23
એપ્રિલે રાજધાની જયપુરમાં રેવન્યુ સર્વિસ કાઉન્સિલના એક કાર્યક્રમમાં સીએમ અશોક
ગેહલોતે મોટું રાજકીય નિવેદન આપીને ચોંકાવી દીધા હતા. સચિન પાયલટે દિલ્હીમાં
સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યાના બે દિવસ બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક
ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. સીએમ ગેહલોતે કહ્યું કે મારું રાજીનામું
1998થી કાયમી સોનિયા ગાંધી પાસે છે.
જ્યારે મુખ્યપ્રધાન બદલાવાના છે ત્યારે કોઈના સમાચાર પણ સાંભળવા નહીં મળે. આ કામ
રાતોરાત થશે. આના પર કોઈ ચર્ચા અને ચિંતન થશે નહીં. સીએમ ગેહલોતે કહ્યું કે સોનિયા
ગાંધી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. હું તમને લોકોને વિનંતી કરું છું કે અફવાઓ પર
ધ્યાન ન આપો. 
રાજસ્થાન
વિધાનસભાની ચૂંટણી
2023ના
અંત સુધીમાં થવાની છે. કોંગ્રેસ હાઈકમાન્ડનું ધ્યાન રાજસ્થાન પર છે. સચિન પાયલટ
21 એપ્રિલે નવી દિલ્હીમાં સોનિયા
ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યા બાદ પાયલટે દિલ્હીમાં એક પ્રેસ
કોન્ફરન્સમાં કહ્યું હતું કે સોનિયા ગાંધીને રાજસ્થાન કોંગ્રેસની સ્થિતિથી વાકેફ
કરવામાં આવ્યા છે.
2023ની
ચૂંટણીમાં પાર્ટી ફરી એકવાર જીતશે.

Advertisement


રાજસ્થાનમાં
સચિન પાયલટનું માન આજે પણ ખુબ જ છે. આ વાતની સાબિતી બુધવારે કરેલો સપોત્રા પ્રવાસ
છે. સચિન પાયલટે કોંગ્રેસના ડિજિટલ સભ્યપદ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક વિશાલ મીણાના
લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન ગ્રામજનો અને કોંગ્રેસના હોદ્દેદારોએ
સચિન પાયલટનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે પાયલોટ ખૂબપુરા ગામમાં
પહોંચ્યો ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ હતી. આ પહેલા પાયલટ ગંગાપુરથી સાપોત્રા
પહોંચતા સચિન પાયલોટનું અનેક સ્થળોએ ગ્રામજનો અને પ્રાદેશિક લોકોએ સ્વાગત કર્યું
હતું. ગ્રામજનો અને પ્રાદેશિક લોકોએ સચિન પાયલટને માળા અને સાફા પહેરાવીને
આવકાર્યા હતા. તો કેટલીક જગ્યાઓ પર લોકોએ સચિન પાયલટ સાથે ફોટા પડાવવા માટે પડાપડી
કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.