અશોક ગહેલાતના દીકરાને લઇને સચિન પાયલટનું મોટું નિવેદન, કહ્યું - વૈભવને ટકિટ મળે તે માટે મેં...
કોંગ્રેસ નેતા સચિન પાયલટે આપેલા એક નિવેદનના કારણે ફરી વખત ચર્ચાઓ શરુ થઇ. સચિન પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના દીકરા વિશે આ નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વખત કોંગ્રેસના પરિવારવાદને લઇને સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ નેતા કોંગ્રેસના નેતા સચિન પાયલટે બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોત વિશે વાત કરતા કહ્યું કે વૈભવને ટિકિટ અપાવવા માટે à
કોંગ્રેસ નેતા સચિન પાયલટે આપેલા એક નિવેદનના કારણે ફરી વખત ચર્ચાઓ શરુ થઇ. સચિન પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના દીકરા વિશે આ નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વખત કોંગ્રેસના પરિવારવાદને લઇને સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ નેતા કોંગ્રેસના નેતા સચિન પાયલટે બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોત વિશે વાત કરતા કહ્યું કે વૈભવને ટિકિટ અપાવવા માટે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી.
સચિન પાયલટે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વૈભવ ગેહલોતને ટિકિટ આપવાના પક્ષમાં ન હતા, તેમ છતાં મેં વૈભવ માટે લોબિંગ કરીને તેમને ટિકિટ અપાવી. સચિન પાયલટે કહ્યું કે વૈભવે મારી સાથે સંગઠનમાં મહાસચિવ તરીકે કામ કર્યું છે. તેમણે કહ્યું કે ‘મેં દિલ્હીમાં તેમની ટિકિટ માટે લોબિંગ પણ કર્યું હતું... રાહુલ અને સોનિયા ગાંધી ટિકિટ આપવાના પક્ષમાં નહોતા, પરંતુ મેં વૈભવની ભલામણ કરીને ટિકિટ મેળવી... આ પહેલા પણ વૈભવે ટિકિટ માંગી હતી, પરંતુ હાઈકમાન્ડે તક નહોતી આપી.’
ઉલ્લેખનીય છે કે વૈભવ ગેહલોતે જોધપુરથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વૈભવ ગેહલોતને ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે 2.7 લાખ મતોથી હરાવ્યા હતા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વૈભવની હારની જવાબદારી સચિન પાયલટે લેવી જોઈએ. તે સમયે સચિન પાયલટે ગેહલોતના નિવેદન પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારે હવે સચિન પાયલટના આવા નિવેદનના કારણે ફરી વખત ચર્ચા શરુ થઇ છે. ભાજપ તો પહેલાથી જ કોંગ્રેસ પર પરિવારવાદી પાર્ટી હોવાનો આક્ષેપ કરતું આવ્યું છે. ત્યારે સચિન પાયલટનું આવું નિવેદન તેને બળ આપશે. ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે મતભેદ પણ છે. એક સમયે આ મતભેદ સપાટી પર આવ્યો હતો. જો કે બાદમાં હાઇકમાન્ડની સમજાવટથી બધું થાળે પડી ગયું હતું.
Advertisement