Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સચિન અને જોન્ટી આજે જોવા મળશે આમને-સામને, એક નજર સિરીઝના Schedule પર

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (Road Safety World Series) શનિવાર 10 સપ્ટેમ્બરથી ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર (Green Park Stadium Kanpur) ખાતે શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ઇન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયા લિજેન્ડ્સનું નેતૃત્વ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ જોન્ટી રોડ્સ પ્રારંભિક મેચમાં પોતાની ટીàª
06:17 AM Sep 10, 2022 IST | Vipul Pandya
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (Road Safety World Series) શનિવાર 10 સપ્ટેમ્બરથી ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર (Green Park Stadium Kanpur) ખાતે શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ઇન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયા લિજેન્ડ્સનું નેતૃત્વ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ જોન્ટી રોડ્સ પ્રારંભિક મેચમાં પોતાની ટીમનું નેતૃત્વ કરશે. 
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં, આપણા મનપસંદ ક્રિકેટરો અને રમતના દિગ્ગજો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ આજે એટલે કે 10 સપ્ટેમ્બર 2022થી કાનપુરના ગ્રિન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ વચ્ચે રમાશે. ઈન્ડિયા લિજેન્ડ્સનું નેતૃત્વ સચિન તેંડુલકર કરશે અને દક્ષિણ આફ્રિકાના લિજેન્ડ્સનું નેતૃત્વ જોન્ટી રોડ્સ કરશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝન માત્ર રાયપુરમાં રમાઈ હતી. પરંતુ પ્રથમ સિઝનની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ રમત 4 શહેરોમાં રમાશે. ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં કુલ 7 મેચો રમાશે. આ તમામ મેચોનું આયોજન કાનપુરમાં થશે. વળી, 5 મેચ ઈન્દોરમાં અને 6 મેચ દેહરાદૂનમાં રમાશે. ટૂર્નામેન્ટનો અંતિમ ચરણ રાયપુરમાં રમાશે. સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ રાયપુરમાં જ રમાશે. ભારતીય ટીમ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની છેલ્લી સીઝનની વિજેતા છે.

શુક્રવારે સાંજે સેશનમાં ગ્રીનપાર્કમાં પ્રેક્ટિસ માટે ઉતરેલા સુરેશ રૈનાએ આક્રમક અવતારમાં જોવા મળ્યો હતો. યુવરાજ સિંહ પણ નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ગ્રીનપાર્ક હોસ્ટેલના યુવા ખેલાડીઓએ યુવરાજને આઉટ કર્યો ત્યારે સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. સાઉથ આફ્રિકાના જોન્ટી રોડ્સ અને અન્ય ખેલાડીઓએ વોર્મ-અપ બાદ રનિંગ, બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. વળી, બાંગ્લાદેશના ખેલાડીઓએ સવારના સેશનમાં પરસેવો પાડ્યો હતો. મેદાનમાં સુરેશ રૈના, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ બધાએ મુનાફ, ગોની, રાજેશ, પ્રજ્ઞાન, વિનય કુમાર અને બિન્નીના બોલ પર પ્રેક્ટિસ કરી હતી. ખેલાડીઓએ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. દર્શકોની નજર સુરેશ રૈના પર રહેશે, જે નિવૃત્તિ બાદ પ્રથમ વખત રમી રહ્યો છે.
આ વર્ષે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોએ ગ્રુપ સ્ટેજમાં 5 મેચ રમવાની છે. ગ્રુપ સ્ટેજમાં ઈન્ડિયા લિજેન્ડ્સ, શ્રીલંકા લિજેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ સિવાય અન્ય તમામ ટીમો સામે રમશે. આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ 4 મા સ્થાન મેળવનારી ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થશે. સેમીફાઇનલ મેચ રાયપુરમાં 28 અને 29 સપ્ટેમ્બરે રમાશે. ફાઈનલ 1 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાશે. જેમાંથી 18 મેચ સાંજે 7:30 કલાકે અને 5 મેચ બપોરે 3:30 કલાકે શરૂ થશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Voot અને Jio TV પર કરવામાં આવશે. ટેલિવિઝન પર, સ્પોટ્સ 18, કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહીટ્સ પર મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો - કેપ્ટન હું છે કે... ભારત-પાક મેચમાં થયું એવું કે બાબર આઝમ થયો ગુસ્સે, Video
Tags :
CricketGujaratFirstJontyRhodesRoadSafetyWorldSeriessachintendulkarscheduleSports
Next Article