Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતીના શુદ્ધિકરણની માત્ર વાતો, વાસ્તવિકતા જુદી, દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી બીજા નંબરે

ભારતમાં (India) નદીને (River) 'માતા' તરીકે પૂજવામાં આવે છે. નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશ અને રાજ્યોની નદીઓમાં થઈ રહેલા પ્રદુષણોને લઈને તંત્ર દ્વારા નદીઓના  શુદ્ધિકરણના કાર્યક્રમો ચલાવવામાં આવે છે પરંતુ માત્ર કાગળ પર જ નદીઓની સફાઈ થઈ હોવાનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટથી ફલિત થયું છે. આ રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી પ્રદૂષિત નદીમાં બીજા નંબરે સાબરમતી નદી àª
સાબરમતીના શુદ્ધિકરણની માત્ર વાતો  વાસ્તવિકતા જુદી  દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી બીજા નંબરે
ભારતમાં (India) નદીને (River) 'માતા' તરીકે પૂજવામાં આવે છે. નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશ અને રાજ્યોની નદીઓમાં થઈ રહેલા પ્રદુષણોને લઈને તંત્ર દ્વારા નદીઓના  શુદ્ધિકરણના કાર્યક્રમો ચલાવવામાં આવે છે પરંતુ માત્ર કાગળ પર જ નદીઓની સફાઈ થઈ હોવાનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટથી ફલિત થયું છે. આ રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી પ્રદૂષિત નદીમાં બીજા નંબરે સાબરમતી નદી છે.
એકતરફ સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો છે. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. ગુજરાતની સાબરમતી નદી 292 મિલિગ્રામ પ્રતિ લિટરના BOD સાથે બીજા ક્રમે આવી છે. રાજ્યમાં જે 12 નદીઓ પ્રદૂષિત છે તેમાં સાબરમતી મોખરે છે. નિષ્ણાંતો અનુસાર ગુજરાતમાં નદીઓ પ્રદુષિત થવાનું મુખ્ય કારણ ઉદ્યોગો છે.
માત્ર સાબરમતિ નદી જ નહી એ સિવાય આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં, ભાદર, જેતપુર (258.6 I), અમલખાડી સાથે, અંકલેશ્વર, (49.0 I), ભોગાવો, સુરેન્દ્રનગર (6.0 V), ભુખી ખાદી, વાગરા (3.9 V), દમણગંગા કાચીગાંવ અને ચાણોદ (5.3 V), ધાદર, કોઠાડા (33.0 I), ખારી, લાલી ગામ (195.0 I), માહી કોટના, મુજપુર (12.0 III), મિંધોલા , સચિન (28.0 II), શેઢી, ખેડા (6.2 IV), તાપી , નિઝર (3.4 વી), વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
એક બાજુ ગંગા, યમુના પવિત્ર કરવા માટે એક મોટી લડાઈ કેન્દ્ર સરકારે ઝુંબેશ સાથે ઉપાડીને સારું કામ કરે છે. રોજે રોજ અધિકારીઓને અપડેટ આપવી પડે છે. PMO ઓફિસ ખુબ ગંભીરતાથી મોનિટરિંગ કરી રહી છે તો પછી ગુજરાત સરકાર કેમ ના કરી શકે?  કેન્દ્ર સરકારે એક આખુ નવું મંત્રાલય આના માટે બનાવ્યું છે અને આપણાં ગુજરાતમાં આપણી નદીઓ માટે સરકાર કેમ ગંભીર નથી?
એક તરફ કરોડોના ખર્ચે નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે સાબરમતિ નદીના શુદ્ધિકરણની વાતો થઈ રહી છે ત્યારે CPCB રિપોર્ટમાં ચોંકાવનારી હકિકત સામે આવી છે. નદીઓમાં વધી રહેલા પ્રદુષણને અટકાવવા માટે ઑગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી હતી. સાબરમતીની ઇકોલોજીકલ સ્થિતિ ફક્ત ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે. સાબરમતિ છેલ્લાં પાંચ વર્ષમાં જીવાદોરી બનવાની વાત તો દૂર રહી પણ હવે તે ભારતની બીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે.
CPCBના રિપોર્ટમાં પછી જાણે પ્રદુષણના કડક કાયદાઓ ફક્ત ફાઈલોમાં જ રહ્યાં છે અને અધિકારીઓ આ કાયદાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આપણા દેશમાં નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પ્રદુષણના પાપીઓએ માતા સમાન નદીઓને કલંક લાગે છે. અધિકારીઓ ખિસ્સા ભરે છે અને મંત્રીઓને કંઈ પડી નથી. તો આપણે કેવી રીતે બચાવીશું આપણી સંસ્કૃતિ, પર્યાવરણ? મોટી મોટી વાતો કરવાથી પર્યવરણ નહી બચે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.