Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યુબ માસ્ટર રિયાન, સૌથી નાની ઉંમરે નેશનલ ક્યૂબ ચેમ્પિયન બન્યો

અમદાવાદના(Ahmedabad) ત્રણ વર્ષના ટાબરિયાએ રૂબીકકયુબમાં નેશનલ રેકોર્ડ (National Record)સર્જ્યો હતો.તાજેતરમાંમુંબઈ(Mumbai)ખાતે યોજાયેલી દસમી નેશનલ ક્યૂબ ચેમ્પિયનશિપમાં  (Cube Championship) વિજેતા થઈ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. રિયાને માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં અમદાવાદનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. મહત્વનું છે કે ત્રણ વર્ષની ઉંમરમાં બાળક સરખું બોલતા પણ શીખી નથી શકતું ત્યારે આ ટાબરિયાએ રેકોર્ડોની હારમાળા
ક્યુબ માસ્ટર રિયાન  સૌથી નાની ઉંમરે નેશનલ ક્યૂબ ચેમ્પિયન બન્યો
અમદાવાદના(Ahmedabad) ત્રણ વર્ષના ટાબરિયાએ રૂબીકકયુબમાં નેશનલ રેકોર્ડ (National Record)સર્જ્યો હતો.તાજેતરમાંમુંબઈ(Mumbai)ખાતે યોજાયેલી દસમી નેશનલ ક્યૂબ ચેમ્પિયનશિપમાં  (Cube Championship) વિજેતા થઈ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. રિયાને માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં અમદાવાદનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. 
મહત્વનું છે કે ત્રણ વર્ષની ઉંમરમાં બાળક સરખું બોલતા પણ શીખી નથી શકતું ત્યારે આ ટાબરિયાએ રેકોર્ડોની હારમાળા સર્જી દીધી. દસમી નેશનલ ક્યુબ ચેમ્પિયનશિપમાં 1200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌથી નાની વયે ત્રણ વર્ષ એક મહિનો અને 29 દિવસ ના રીયાને અલગ અલગ ક્યુબ સોલ્વ કરી અને વિજેતા થયો છે. તેના મેન્ટર એવા પૂનમ વાધવાન સતત તેને મહેનત કરાવતા રહ્યા અને પરિણામે તેણે આ ખિતાબ મેળવી અને ગુજરાતનું અમદાવાદનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે.
રિયાનના  ક્લાસ પણ ચલાવે છે
રિયાનના માતા પિતા તેને ક્યુબ શીખવાડવામાં મદદ કરી હતી અને તેઓ તેના ક્લાસ પણ ચલાવે છે રિયાને ત્રણ વર્ષની ઉંમરમાં ત્રણ પ્રકારના જેમાં ત્રણ સ્તરીય ક્યુબ, ટુ વે અને પિરામિન્ક્સ ટાઈપના ક્યુબ હતા. ઇન્ડિયન ક્યુબિક એસોસિયેશન દ્વારા પણ તેને દરેક સ્પર્ધામાં આમંત્રિત કરવામાં આવે છે અને તેને સન્માનિત પણ કરવામાં આવ્યો છે.
અગાઉ રેકોર્ડ શું હતું અને રિયાને નવો રેકોર્ડ બનાવ્યો
રિયાન રૂપારેલીયાએ ત્રણ વર્ષ, એક મહિના અને 29 દિવસની નાની ઉંમરે ત્રણ અલગ-અલગ આકારના અને કદના ક્યુબ્સ સોલ્વ કરવાનો સૌથી યુવા ઉમેદવારનો રેકોર્ડ તોડ્યો.  તેણે જે ત્રણ સમઘનનું હલ કર્યું તે ત્રણ સ્તરીય ક્યુબ, ટુ વે અને પિરામિન્ક્સ હતા.  ગુજરાતના વાપી ખાતે ઈન્ડિયન ક્યુબ એસોસિએશનના અધિકારીઓ દ્વારા રેકોર્ડ બ્રેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.  
રિયાન પાસે આવા બે રેકોર્ડ છે
રિયાનના માતા-પિતાએ ICA માર્ગદર્શક શ્રીમતી પૂનમના માર્ગદર્શન હેઠળ તેની તાલીમ શરૂ કરી હતી અને તેમને રસ લેતા જોયા હતા.  તે આ સમયે હતું કે તેઓએ તાલીમ ચાલુ રાખવા અને વર્તમાન રેકોર્ડને હરાવવાનું નક્કી કર્યું.  અગાઉનો રેકોર્ડ ત્રણ વર્ષ, બે મહિના અને 29 દિવસનો હતો.  રિયાન પાસે આવા બે રેકોર્ડ છે. ત્યારે  એવું માનવામાં આવે છે કે અન્ય નાના બાળકો માટે તેનો રેકોર્ડ તોડવો પહેલાથી જ મુશ્કેલ લાગે છે. કારણ કે તેણે પહેલાથી જ અન્ય યુવા સ્પર્ધકો માટે બાર ઉંચો કરી દીધો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.