Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયન વેપારીઓ કોલસા પર આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ, ભારત દ્વારા કોલસાની આયાત અનેક ગણી વધી

ક્રૂડ ઓઈલ બાદ ભારતે પણ રશિયા પાસેથી જંગી માત્રામાં કોલસો ખરીદવાનું શરૂ કર્યું છે. યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં ભારતમાં રશિયન કોલસાની ખરીદી વધી છે. રશિયામાં વેપારીઓ કોલસા પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. રશિયાએ એપ્રિલમાં યુરોપિયન યુનિયનને કોલસા પરના વ્યાપક પ્રતિબંધો સામે ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે તેમના નિર્ણયો વિપરà«
રશિયન વેપારીઓ કોલસા પર આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ  ભારત દ્વારા કોલસાની આયાત અનેક ગણી વધી
ક્રૂડ ઓઈલ બાદ ભારતે પણ રશિયા પાસેથી જંગી માત્રામાં કોલસો ખરીદવાનું શરૂ કર્યું છે. યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં ભારતમાં રશિયન કોલસાની ખરીદી વધી છે. રશિયામાં વેપારીઓ કોલસા પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. 
રશિયાએ એપ્રિલમાં યુરોપિયન યુનિયનને કોલસા પરના વ્યાપક પ્રતિબંધો સામે ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે તેમના નિર્ણયો વિપરીત અસર કરશે કારણ કે રશિયન ઇંધણને અન્ય બજાર તરફ વાળવામાં આવશે. ભારતે કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવવો જોઈએ, પરંતુ તે રશિયા પાસેથી સામાનની ખરીદી રોકી શકે નહીં. આમ કરવાથી તમામ વસ્તુઓના ભાવ વધી જશે અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભારતીય ખરીદદારોને લાભ
અમેરિકી અધિકારીઓએ ભારતને કહ્યું છે કે રશિયા પાસેથી ઊર્જાની આયાત પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેને વેગ ન આવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રશિયા સાથે યુરોપિયન યુનિયનનો વેપાર બંધ થવાનો લાભ ભારતીય ખરીદદારો ઉઠાવી રહ્યા છે. પરિવહન ખર્ચ ઉંચો હોવા છતાં, તેઓ રશિયાથી મોટી માત્રામાં કોલસાની આયાત કરે છે. રિપોર્ટ પ્રમાણે ભારતે ગયા બુધવાર સુધીના 20 દિવસમાં 331.17 મિલિયન ડોલરના કોલસો અથવા તેને સંબંધિત ઉત્પાદનોની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં છ ગણું વધારે છે.
ક્રૂડ ઓઈલની આયાતમાં પણ વધારો
એ જ રીતે ભારતીય રિફાઈનરીઓએ પણ રશિયા પાસેથી જંગી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. ડેટા દર્શાવે છે કે ગયા બુધવાર સુધીના 20 દિવસમાં, ભારતે રશિયા પાસેથી 2.22 મિલિયન ડોલરનું તેલ ખરીદ્યું છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ આંકડો 31 ગણો વધ્યો છે. જો કે, રશિયાથી વધી રહેલી ઈંધણની આયાત પર ભારતીય વેપાર મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
કોલસો અને ક્રૂડ ઓઈલની આયાત વધી
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર રશિયામાં વેપારીઓ પેમેન્ટ મોડ વિશે એકદમ ઉદાર છે. તેઓ ભારતીય રૂપિયા અને UAE દિરહામમાં પણ પેમેન્ટ સ્વીકારી રહ્યાં છે. કોલસા પરનું ડિસ્કાઉન્ટ ઘણું આકર્ષક છે અને તેની આયાત હાલ ચાલુ રહેશે. ભારતે ત્રણ અઠવાડિયા સુધી પ્રતિ દિવસ સરેરાશ 16.55 મિલિયન ડોલર (રૂ. 128.62)નો રશિયન કોલસો ખરીદ્યો છે. જે રશિયાના 24 ફેબ્રુઆરીના આક્રમણ પછીના ત્રણ મહિનામાં ખરીદેલા 7.71 મિલિયન ડોલર કરતાં બમણો છે. તો બીજી તરફ છેલ્લા 20 દિવસમાં પ્રતિ દિવસ સરેરાશ 110.86 મિલિયન ડોલર (રૂ. 863.70)  તેલની ખરીદી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.