Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયાએ યૂરોપના દેશોને આપી ધમકી, જો યુક્રેનને મદદ કરશો તો તમારી સુરક્ષા જોખમમાં મુકાશે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 64 દિવસ થઈ ગયા છે. હજુ પણ યુક્રેન પરથી સંકટના વાદળો હટવાનું નામ નથી લઈ રહ્યા. રશિયાના આક્રમક હુમલાએ યુક્રેનના ઘણા શહેરોને ખંડેરમાં ફેરવી નાખ્યા છે. બંનેમાંથી કોઈ દેશ હાર માનવા તૈયાર નથી. એક બાજુ રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન પણ રશિયા સામે હાર માનવા તૈયાર નથી. યુક્રેનને અમેરિકા અને નાટો દેશો દ્વારા હથિયારની મàª
રશિયાએ યૂરોપના દેશોને આપી ધમકી  જો યુક્રેનને મદદ કરશો તો તમારી સુરક્ષા જોખમમાં મુકાશે

રશિયા અને યુક્રેન વચ્ચેના
યુદ્ધને
64 દિવસ થઈ ગયા છે. હજુ પણ યુક્રેન
પરથી સંકટના વાદળો હટવાનું નામ નથી લઈ રહ્યા. રશિયાના આક્રમક હુમલાએ યુક્રેનના ઘણા
શહેરોને ખંડેરમાં ફેરવી નાખ્યા છે. બંનેમાંથી કોઈ દેશ હાર માનવા તૈયાર નથી. એક
બાજુ રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન પણ
રશિયા સામે હાર માનવા તૈયાર નથી. યુક્રેનને અમેરિકા અને નાટો દેશો દ્વારા હથિયારની
મદદ કરવામાં આવી છે. ત્યારે રશિયા ગુસ્સે ભરાયું છે અને યૂરોપ દેશોને ખુલ્લી ધમકી
આપી દીધી છે. રશિયાએ કહ્યું કે યુક્રેનને હથિયારો પહોંચાડવા યુરોપની સુરક્ષા માટે
ખતરનાક સાબિત થશે.

Advertisement


ક્રેમલિનના પ્રવક્તા
દિમિત્રી પેસ્કોવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અન્ય દેશોમાંથી
યુક્રેનને ભારે હથિયારોની સપ્લાય કરવામાં આવી રહી છે તે ભવિષ્યમાં યુરોપની
સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. દિમિત્રી પેસ્કોવે બુધવારે બ્રિટનના વિદેશ સચિવ
લિઝ ટ્રસ દ્વારા કરવામાં આવેલા નિવેદનના જવાબ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું
કે જો યુક્રેનને ભારે હથિયારોની સપ્લાય ચાલુ રહેશે તો તેનાથી યુરોપની સુરક્ષાને
ખતરો બની શકે છે.

Advertisement


ઉલ્લેખનિય છે કે રશિયાના હુમલા
થયો ત્યારથી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી રશિયન
સૈનિકોનો સામનો કરવા માટે વિશ્વના તમામ શક્તિશાળી દેશો પાસેથી હથિયારોની માંગ કરી
રહ્યા છે. ક્રેમલિનના પ્રવક્તા પહેલા બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને
પણ ચેતવણી આપી હતી કે જે દેશો યુક્રેન રશિયન યુદ્ધમાં હસ્તક્ષેપ કરશે અથવા દખલ
કરવાનો પ્રયાસ કરશે તેની સામે રશિયા પાસે તાત્કાલિક કાર્યવાહીના તમામ માધ્યમો છે.
આ સાથે રશિયાએ અમેરિકાને યુક્રેનને હથિયાર ન મોકલવા પણ કહ્યું છે. 
આ પહેલા પણ રશિયાએ
યુક્રેનને મદદ કરનારાઓને તેનું પરિણામ ભોગવવાની અને સાથે પરમાણુ હુમલાની ધમકી આપી
હતી. રશિયા દ્વારા એક વખત નહીં પરંતુ અનેક વખત પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી
છે. આ વખતે રશિયાએ કહ્યું કે પરમાણુ હુમલાની વાત કોઈ મજાકમાં ન લેવી જોઈએ.

Advertisement

Tags :
Advertisement

.