Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પુતિનની આ જાહેરાત બાદ પ્લેનમાં લાખ્ખો રૂપિયા ચૂકવી દેશમાંથી નિકળી રહ્યાં છે નાગરિકો

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. તે જ સમયે, યુક્રેન ધીરે-ધીરે તેની જમીન પર ફરી કબ્જો મેળવી રહ્યું છે જેથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લાલઘુમ જોવા મળી રહ્યા છે. હાલમાં જ પુતિને આવો નિર્ણય લીધો છે, જેના કારણે ત્યાંના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને  રશિયન નાગરિકો દેશ છોડવાનું વિચારી રહ્àª
04:38 PM Sep 28, 2022 IST | Vipul Pandya
રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. તે જ સમયે, યુક્રેન ધીરે-ધીરે તેની જમીન પર ફરી કબ્જો મેળવી રહ્યું છે જેથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લાલઘુમ જોવા મળી રહ્યા છે. હાલમાં જ પુતિને આવો નિર્ણય લીધો છે, જેના કારણે ત્યાંના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને  રશિયન નાગરિકો દેશ છોડવાનું વિચારી રહ્યા છે. જેના કારણે એરપોર્ટ પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
રિઝર્વ સૈનિકોની આંશિક ભરતી યોજના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) 3 લાખ રિઝર્વ સૈનિકોની આંશિક તૈનાતીની જાહેરાત કરી છે. પુતિને 3 લાખ રિઝર્વ સૈનિકોની આંશિક ભરતીની યોજના તૈયાર કરી છે. પુતિનની આ યોજનાથી ગભરાયેલા રશિયન નાગરિકો શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુતિનની જાહેરાત બાદ જે યુદ્ધ લડી શકે છે તેવા લોકો માટે રશિયા પોતાની સરહદો બંધ કરી દેશે અને તે જોતા લોકો દેશ છોડી રહ્યાં અને તેના માટે તેઓ પ્રાઈવેટ પ્લેનમાં સીટ બુક કરાવવા માટે મનસ્વી પૈસા ખર્ચી રહ્યા છે.
વિમાનની સીટ દીઠ લાખ્ખો ચુકવ્યા
રશિયન (Russian) નાગરિકોમાં દેશ છોડવાની હડબડી વચ્ચે રશિયાના શ્રીમંત નાગરિકો આર્મેનિયા, તુર્કી અને અઝરબૈજાન જવા માટે ખાનગી વિમાનોમાં સીટો માટે અધધ.. કિંમતો ચૂકવી રહ્યા છે. આ દેશોમાં રશિયનોને વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી હોવાથી તેઓ અહીં જઈ રહ્યાં છે. આ સ્થિતિમાં ખાનગી વિમાનોમાં સીટોની કિંમત રૂ. 17 લાખથી વધુ અને રૂ. 21 લાખ 92 હજાર વચ્ચે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 8 સીટવાળા જેટને ભાડે આપવાનો ખર્ચ 80,000 પાઉન્ડ થી 140,000 પાઉન્ડ સુધીનો એટલે કે 69 લાખથી 1.22 કરોડ જેટલો છે, જે સામાન્ય ખર્ચ કરતાં અનેક ગણો વધુ ખર્ચાળ છે.
ટિકિટની માંગમાં વધારો
બ્રોકર જેટ કંપની યોર ચાર્ટરના ડિરેક્ટર યેવજેની બાયકોવએ જણાવ્યું હતું કે, "હાલની સ્થિતિ એકદમ ભયાનક છે. અમને દરરોજ 50 રિક્વેસ્ટ મળતી હતી, હવે તે લગભગ 5,000 છે. તે લગભગ 9000 ટકાની વૃદ્ધિ છે. બીકોવે જણાવ્યું હતું કે તેમની ફર્મે કિંમત ઘટાડવા અને માંગને પૂર્ણ કરવા માટે મોટા કોમર્શિયલ પ્લેન ભાડે રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં દરેક માટે પૂરતી બેઠકો મળી શકી નથી. ચાર્ટર્ડ કોમર્શિયલ પ્લેનમાં સૌથી સસ્તી સીટ 3 હજાર પાઉન્ડની હતી. તેમજ ખાનગી જેટ ફર્મ ફ્લાયવેએ જણાવ્યું હતું કે, આર્મેનિયા, તુર્કી, કઝાકિસ્તાન અને દુબઈની વન-વે ફ્લાઈટ્સની માંગ 50 ગણી વધી ગઈ છે.
પ્રતિબંધોને કારણે જેટ ભાડે આપવા મુશ્કેલ
કંપનીના ચીફ એડ્યુઅર્ડ સિમોનોવે કહ્યું કે, "જેટ ભાડે આપવા મુશ્કેલ બની ગયા છે. યુરોપિયન યુનિયન અને UKના પ્રતિબંધોને કારણે આ વિમાનોની ઉપલબ્ધતા પર ભારે અસર પડી છે. તમામ યુરોપિયન ખાનગી જેટ કંપનીઓએ બજાર છોડી દીધું છે. હવે પુરવઠા કરતાં માંગ વધુ છે અને 6 મહિના પહેલાની સરખામણીએ ભાવ આસમાને છે." ગયા બુધવારે પુતિને "આંશિક ગતિશીલતા" ની જાહેરાત કરી ત્યારથી રશિયા છોડનારા લોકોની સાચી સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
માર્શલ લો લાગૂ થવાનો ભય
રશિયન નાગરિકોમાં દેશ છોડવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. દેશમાં માર્શલ લો (Marshal Law) લાગુ થવાનો ડરને લીધે તેઓ દેશ છોડી રહ્યાં છે. એકવાર રશિયામાં માર્શલ લો લાગુ થઈ જાય પછી ત્યાના માણસો દેશ છોડીને બહાર ક્યાંય જઈ શકતા નથી. આ કારણોસર પણ તેઓ બધા દેશ છોડવા માંગે છે.
Tags :
GujaratFirstrussiaRussiaUkraineConflictrussiaukrainewarukraineVladimirPutin
Next Article