Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનમાં રશિયયાની વધુ એક એરસ્ટ્રાઇક, 9 લોકોના મોત અને 57 ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 18મો દિવસ છે. આમ છતા બંને દેશ તરફથી હજુ સુધી તો યુદ્ધ વિરામના કોઇ સંકેત મળ્યા નથી. એક તરફ રશિયા યુક્રેનના વિવિધ શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન પણ તેનો જોરદાર જવાબ આપી રહ્યું છે. યુકરેન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં 13 હચાર કરતા પણ વધારે રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આવી સ્થિતિ વચ્
યુક્રેનમાં રશિયયાની વધુ એક એરસ્ટ્રાઇક  9 લોકોના મોત અને 57 ઘાયલ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 18મો દિવસ છે. આમ છતા બંને દેશ તરફથી હજુ સુધી તો યુદ્ધ વિરામના કોઇ સંકેત મળ્યા નથી. એક તરફ રશિયા યુક્રેનના વિવિધ શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન પણ તેનો જોરદાર જવાબ આપી રહ્યું છે. યુકરેન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં 13 હચાર કરતા પણ વધારે રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આવી સ્થિતિ વચ્ચે આજે રશિયાએ ફરી એક વખત યુક્રેન પર હવાઇ હુમલા કર્યા છે. જેમાં અનેક લોકોના મોત થયા છે.
રશયા દ્વારા યુક્રેનના લવીવ શહેર પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. આ હવાઈ હુમલો લવીવના ઓબ્લાસ્ટમાં આવેલા લશ્કરી તાલીમ કેન્દ્ર પર કરવામાં આવ્યો છે. યુક્રેન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ ઓછામાં ઓછી આઠ મિસાઈલો વડે હુમલો કર્યો છે. આ હુમલાની અંદર નવ લોકોના મોત થયાનું યુક્રેનિયન મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ 57 લોકો ઘાયલ પણ થયા છે. આ સિવાય રશિયન સૈનિકોએ કિવમાં ગ્રીન કોરિડોરમાં મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે. 

બેલારુસના શહેરોમાં રશિયન સૈનિકોના મૃતદેહો પડ્યા છે
યુક્રેની મીડિયા અહેવાલ મુજબ, બેલારુસના શહેરો મોઝિયર, હોમેલ અને નરોલીયાના મડદાઘર રશિયન સૈનિકોના મૃતદેહોથી ભરેલા છે. સ્થાનિકોનું કહેવું છે કે રશિયન સૈનિકોના મૃતદેહ ટ્રક દ્વારા લાવવામાં આવી રહ્યા છે. ત્યારપછી આ મૃતદેહોને ટ્રેન કે એરપ્લેન દ્વારા રશિયા મોકલવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લશ્કરી પ્રવૃત્તિ પોસ્ટ કરશો નહીં - ઝેલેન્સકી
રશિયા દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રવિવારે સવારે અનેક શહેરો પર હવાઈ હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર યુક્રેનની સૈન્ય ગતિવિધિઓ પોસ્ટ ન કરે. તેમજ સેનાની સ્થિતિ વિશે કોઈ માહિતી શેર કરશો નહીં.

ગૂગલ યુક્રેનમાં એર સ્ટ્રાઈક એલર્ટ આપશે
યુક્રેન પર રશિયા દ્વારા થઇ રહેલા હુમલાના વિરોધમાં ઘણી કંપનીઓ સામે આવી છે. મોટાભાગનાએ રશિયા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ દરમિયાન ગૂગલે યુક્રેનના સમર્થનમાં એક નવું ફીચર ઉમેર્યું છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે યુક્રેનમાં એન્ડ્રોઈડ યુઝર્સને એર સ્ટ્રાઈક એલર્ટ મોકલશે. આ સાથે, એર સ્ટ્રાઈક પહેલા તેના ફોન પર એર સ્ટ્રાઈકની ચેતવણી મોકલવામાં આવશે, જે તેનો જીવ બચાવશે.
Advertisement
Tags :
Advertisement

.