રશિયાએ NASA ને લખ્યો ધમકી ભર્યો પત્ર, કહ્યું- પ્રતિબંધો નહીં હટાવો તો...

રશિયા યુક્રેનના
યુદ્ધના પગલે વિશ્વભરના દેશો રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ
પ્રતિબંધોના પગલે રશિયા ગુસ્સે ભરાયું છે. રશિયાએ હવે નાસા ધમકી ભર્યો પત્ર લખ્યો
છે. રશિયાની સ્પેસ એજન્સી (રોસકોસમોસ) એ નાસા અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારોને
પત્ર મોકલીને મોસ્કો પરના પ્રતિબંધો હટાવવાની માંગણી કરી છે. રશિયન સ્પેસ એજન્સીએ
પોતાના પત્રમાં ચેતવણી આપી છે કે જો પ્રતિબંધો હટાવવામાં નહીં આવે તો ઈન્ટરનેશનલ
સ્પેસ સ્ટેશનને નુકસાન થઈ શકે છે.
રશિયન સ્પેસ
એજન્સી રોસકોસ્મોસે નાસાને લખ્યો પત્ર
રશિયન સ્પેસ
એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે
પત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપની સ્પેસ એજન્સીઓને
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કાર્યરત રાખવાની અપીલ કરવામાં આવી છે. તેના ટ્વીટમાં તેણે ISS ના ફ્લાઇટ પાથ અને તેના સંભવિત ફોલઆઉટ ઝોન દર્શાવતો નકશો પ્રદર્શિત
કર્યો, જે વિશ્વના મોટા ભાગનો વિસ્તાર ધરાવે
છે પરંતુ ભાગ્યે જ રશિયાને સ્પર્શે છે. હાલમાં
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાસાના 4 અવકાશયાત્રીઓ,
2 રશિયન અવકાશયાત્રીઓ અને 1 યુરોપિયન અવકાશયાત્રી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને
રોસકોસમોસના ડાયરેક્ટર જનરલ દિમિત્રી રોગોઝિને અમેરિકી પ્રતિબંધો સામે સખત નારાજગી
વ્યક્ત કરી છે. દિમિત્રી રોગોઝિને કહ્યું છે કે પ્રતિબંધોને કારણે ઈન્ટરનેશનલ
સ્પેસ સ્ટેશન કોઈપણ સમયે ભારત અથવા ચીન પર પડી શકે છે.
રશિયન એન્જિન ISS
ની હિલચાલને નિયંત્રિત કરે છે
રશિયાએ પશ્ચિમી
દેશો માટે સેટેલાઇટ લોન્ચ કરવાનો ઇનકાર કરવાની પણ ધમકી આપી છે. તમારી જાણકારી માટે
તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની હિલચાલને માત્ર રશિયન એન્જિન જ નિયંત્રિત
કરે છે. રશિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટર દિમિત્રી રોગોઝિને અગાઉ કહ્યું હતું કે જો
યુએસ અને યુરોપિયન દેશો અમારી સાથે સહકારમાં વિક્ષેપ પાડશે, તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને બેકાબૂ રીતે ભ્રમણકક્ષાની
બહાર જવાથી અને અમેરિકા અથવા યુરોપમાં પડવાથી કોણ બચાવશે?
દિમિત્રી
રોગોઝિને કહ્યું કે એવી પણ સંભાવના છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું 500 ટનનું માળખું ભારત અથવા ચીન પર પડી શકે છે. શું તમે તેમને જોખમમાં
મુકવા માંગો છો? શું તમે તેમના માટે તૈયાર છો? તમને જણાવી દઈએ કે ISS રશિયાની ઉપરથી
ઉડતું નથી, તેથી તેના પડવાનું જોખમ નથી. યુક્રેનના
આક્રમણ બાદ રશિયા અને અમેરિકા વચ્ચે અંતરિક્ષમાં લગભગ ત્રણ દાયકાથી ચાલી રહેલ ગાઢ
સહયોગનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા સહિત સમગ્ર યુરોપે રશિયા
પર પ્રતિબંધોનો વરસાદ કર્યો છે.