Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાત્રે રશિયા વધુ આક્રમક બનશે: કીવમાં ટીવી ટાવર પર હુમલો, ખારકીવમાં એરસ્ટ્રાઇક

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા સતત આક્રમક બની રહ્યું છે. આજે સતત છઠ્ઠા દિલવસે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાાઓ કરવામાં આવી રહ્યા છે. આજે રશિયાએ યુક્રેનની રાજધાની કીવની સાથે સાથે તેના બીજા નંબરના મોટા શહેર ખારકીવને પણ નિશાન બનાવ્યું છે. ખારકીવમાં પણ સવારથી જ મિસાઇલ એટેક અને બોમ્બમારો શરુ છે. ઉપરાંત આ તરફ કીવમાં પણ સ્થિતિ વધારે ભયાાનક બની રહી છે. રશિયન સૈન્યનો મોટો કાફલો કીવ તરફ આગàª
આજે રાત્રે રશિયા વધુ આક્રમક બનશે  કીવમાં ટીવી ટાવર પર હુમલો  ખારકીવમાં એરસ્ટ્રાઇક
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા સતત આક્રમક બની રહ્યું છે. આજે સતત છઠ્ઠા દિલવસે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાાઓ કરવામાં આવી રહ્યા છે. આજે રશિયાએ યુક્રેનની રાજધાની કીવની સાથે સાથે તેના બીજા નંબરના મોટા શહેર ખારકીવને પણ નિશાન બનાવ્યું છે. ખારકીવમાં પણ સવારથી જ મિસાઇલ એટેક અને બોમ્બમારો શરુ છે. ઉપરાંત આ તરફ કીવમાં પણ સ્થિતિ વધારે ભયાાનક બની રહી છે. રશિયન સૈન્યનો મોટો કાફલો કીવ તરફ આગળ વધતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે. જ્યારબાદથી એવી આશંકા સેવાઇ રહી છે કે આજે રાત્રે કીવમાં રશિયા દ્વારા મોટા હુમલા કરવામાં આવી શકે છે.
ખારકીવમાં રશિયાની એર સ્ટ્રાઇક, આઠ લોકોના મોત
રશિયા દ્વારા પરી વખત યુક્રેનના ખારકીવ શહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતિ પ્રમાણે આ વખતે રશિયાએ રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે. આ હુમલાની ઝપેટમાં એક હોસ્પિટલ પણ આવી ગઇ છે. આ હુમલામાં આઠ લોકોના મોત થયાની માહિતિ મળી રહી છે. રશિયાના હવાઈ હુમલા બાદ ખારકીવમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. લોકોને રસ્તા પર જવા અને કારનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ સતત સાયરન વડે લોકોને સતર્ક કરવામાં આવી રહયા છે.
કીવનો ટીવી ટાવર રશિયાાએ ઉડાવ્યો, ટીવી પ્રસારણ બંધ
તો આ તરફ રશિયાએ કીવ પર પણ હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવના ટીવી ટાવર પર હુમલો કર્યો છે. જેના કારણે ટવી ટાવર નષ્ટ થયો છે. અત્યારે કીવમાં ટીવી ચેનલોનું પ્રસારણ બંધ થઇ ગયું છે. 
કીવ રશિયાનું મુખ્ય ટાર્ગેટ
રશિયન સેના સતત  યુક્રેનની રાજધાની કીવ તરફ આગળ વધી રહી છે અને છ દિવસથી તેના પર હુમલો પણ કરી રહી છે. જો કે કીવ હજુ પણ યુક્રેનના નિયંત્રણમાં જ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના જણાવ્યા પ્રમાણે કીવ એ રશિયાનો મુખ્ય ટાર્ગેટ છે. અમે રશિયાને રાજધાનીની સુરક્ષા તોડવા નહીં દઇએ.
રશિયા દ્વારા કીવના નાગરિકોને શહેર ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એટલે કે રશિયાની કીવમાં મોટાપાયે હુમલો કરવાની યોજના છે, તેવું લાગી રહ્યું છે. તો આ તરફ યુક્રેનની રાજધાની કીવમાં સતત સાયરનો વાગી રહી છે. આ સિવાય કીવના નાગરિકોને સરકારી આવાસ અને લશ્કરી ઠેકાણાથી દૂર રહેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. રશિયા યુક્રેનની સરકાારી ઇમારતો અને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવા માંગે છે. આજે સવારે પણ ખારકીવની સરકારી ઇમારત પર રશિયાએ મિસાઇલ એટેક કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.