Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કહ્યું ગંભીર, મદદ માટે કરી ઓફર

છેલ્લા ઘણા દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે ચીને આ મામલે પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. ચીને હવે આ યુદ્ધને લઈને મદદનું આશ્વાસન આપતું નિવેદન જાહેર કર્યું છે. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે શુક્રવારે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને ગંભીર ગણાવી અને શાંતિ માટે સકારાત્મક ભૂમિકા ભજવવામાં ચીનની મદદની ઓફર કરી. આ દરમિયાન વડાપ્રધાને રશિયાની ટીકા કરી ન à
ચીને
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કહ્યું ગંભીર  મદદ માટે કરી ઓફર

છેલ્લા ઘણા
દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે ચીને આ મામલે
પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. ચીને હવે આ યુદ્ધને લઈને મદદનું આશ્વાસન આપતું
નિવેદન જાહેર કર્યું છે. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે શુક્રવારે યુક્રેનની
વર્તમાન પરિસ્થિતિને ગંભીર ગણાવી અને શાંતિ માટે સકારાત્મક ભૂમિકા ભજવવામાં ચીનની
મદદની ઓફર કરી. આ દરમિયાન વડાપ્રધાને રશિયાની ટીકા કરી ન હતી. અમે કટોકટીના
શાંતિપૂર્ણ નિરાકરણ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ
. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારે સૌથી મોટી બાબત એ છે કે તણાવને
વધતો અટકાવવો અથવા નિયંત્રણની બહાર જતો અટકાવવો. તેમણે કહ્યું  ચીને મોટાભાગે સંઘર્ષમાં રશિયાનો સાથ આપ્યો છે
અને તેને યુદ્ધ અથવા આક્રમણ તરીકે ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ
અમેરિકાએ ચીન પર ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવામાં રશિયાની મદદ કરવાનો આરોપ
લગાવ્યો છે.

Advertisement


ચીન આ મુદ્દે
અન્ય દેશોથી અલગ વર્તન કરી રહ્યું છે. એક તરફ તે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર
ચિંતા વ્યક્ત કરીને શાંતિની વાત કરી રહ્યો છે તો બીજી તરફ તે આ દેશ પર હુમલો કરવા
માટે રશિયાનું સમર્થન કરી રહ્યો છે. ચીન દ્વારા આ રીતે રશિયાના સમર્થનથી ડર વધી
ગયો છે કે તે કોઈપણ સમયે તાઈવાન સાથે આવું કરી શકે છે. ચીન તાઈવાનને પોતાના
અધિકારક્ષેત્ર તરીકે સ્વ-શાસિત દેશ માને છે અને યુક્રેન પર રશિયન આક્રમણ બાદથી એવી
આશંકા સેવાઈ રહી છે કે જરૂર પડ્યે ચીન તાઈવાન પર કબજો કરવા માટે બળપ્રયોગ પણ કરી
શકે છે. તાઈવાનના સંરક્ષણ પ્રધાન ચીઉ કુઓ ચેંગે ગુરુવારે કહ્યું હતું કે જો ચીન
સાથે સંઘર્ષ થાય છે
, તો પરિણામને ધ્યાનમાં લીધા વિના તે
તમામ પક્ષો માટે વિનાશક હશે.

Advertisement


તાઈવાનના
સંરક્ષણ પ્રધાને પત્રકારોને કહ્યું, કોઈ પણ યુદ્ધ ઈચ્છતું નથી. જ્યારે આ અઠવાડિયે
બેઇજિંગમાં ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (
NPC) અને તેની સલાહકાર સંસ્થાની વાર્ષિક બેઠક દરમિયાન પ્રતિનિધિઓએ તાઈવાનમાં વિદેશી પ્રભાવ
અને અલગતાવાદને દોષી ઠેરવ્યો અને તાઈવાનના સમર્થનનો વિરોધ કર્યો. ચીનની કાનૂની અને
નાણાકીય શક્તિને વધારવા માટે.

Advertisement

Tags :
Advertisement

.