રશિયા-યુક્રેન યુદ્ધમાં નરસંહાર, રસ્તા પર મળી આવ્યા 400થી વધુ મૃતદેહ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આજે પણ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેન દેશ લગભગ ખતમ જ થઇ ગયો છે. અહીં તમને ચારેય દિશાઓમાં યુદ્ધની નિશાનીઓ જોવા મળશે. માનવનો માનવી પ્રત્યેનો ગુસ્સો કેવો તે આજે યુક્રેનમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.કિવમાંથી 410 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ પહેલા ગઈકાલે એકસાથે 20 મૃતદેહો રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. યુક્રેનમાં નાગરિકોની સામૂહિક હત્યાન
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આજે પણ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેન દેશ લગભગ ખતમ જ થઇ ગયો છે. અહીં તમને ચારેય દિશાઓમાં યુદ્ધની નિશાનીઓ જોવા મળશે. માનવનો માનવી પ્રત્યેનો ગુસ્સો કેવો તે આજે યુક્રેનમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
કિવમાંથી 410 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ પહેલા ગઈકાલે એકસાથે 20 મૃતદેહો રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. યુક્રેનમાં નાગરિકોની સામૂહિક હત્યાનો એક ભયાનક દ્રશ્ય સામે આવી રહ્યું છે. રશિયન દળોના પીછેહઠ બાદ કિવની આસપાસના બુચા સહિત ઘણા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 410 મૃતદેહો મળી આવ્યા છે. તેમાંથી 140 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જોકે, મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવી અટકળો છે. અહીં, રશિયા આ મામલે મૌન છે.
અગાઉ રશિયાએ દાવો કર્યો હતો કે, તેની મિસાઈલે નાગરિકોને નિશાન બનાવ્યા નથી. યુક્રેનની રાજધાની કિવ નજીક નાગરિકોની સામૂહિક કબર મળી આવ્યા બાદ વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા પર હુમલો કર્યો અને તેને આયોજિત હત્યાકાંડ ગણાવ્યો. કિવ નજીકના બુચા શહેરમાં રશિયન દળોની પીછેહઠ વચ્ચે ઘણી જગ્યાએ સામૂહિક કબરો મળી આવી છે. કુલેબાએ કહ્યું, “બુચા હત્યાકાંડ એક સુનિયોજિત વ્યૂહરચના છે. રશિયાનો હેતુ શક્ય તેટલા વધુ યુક્રેનિયન નાગરિકોને મારવાનો હતો.
વળી, યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડલિયાકે ટ્વીટ કર્યું, "21મી સદીની સૌથી ભયાનક તબાહી કિવ ક્ષેત્રમાં જોવા મળી રહી છે, ચારેબાજુ મૃતદેહો પડ્યા છે, તેમના હાથ પાછળથી બંધાયેલા છે." નાઝીઓનો સૌથી જઘન્ય અપરાધ હવે યુરોપમાં પાછો ફર્યો છે. તેમણે કહ્યું, "રશિયાના તેલ-ગેસ અને અન્ય ઉર્જા સ્ત્રોતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ, તેના બંદરો બંધ કરવા જોઈએ. હત્યારાઓને અટકાવવા જોઈએ. કિવ, બુચાની બહારના વિસ્તારમાં લગભગ 300 લોકોની સામૂહિક કબરો મળી આવી છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તેના મિસાઈલ હુમલામાં મધ્ય યુક્રેનમાં એક એરસ્ટ્રીપનો નષ્ટ થઇ છે. એ જ રીતે યુક્રેનના દક્ષિણ ભાગમાં ડિનિપ્રોની એરસ્ટ્રીપ પણ નષ્ટ કરવામાં આવી છે. તેનાથી યુક્રેનની એર સ્ટ્રાઈક ક્ષમતા ઘટી ગઈ છે. આ સહિત યુક્રેનના 28 સૈન્ય મથકો અત્યાર સુધીમાં નષ્ટ થઈ ચૂક્યા છે. બે armory પણ નષ્ટ કરવામાં આવી છે. યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે, રશિયન હવાઈ હુમલાઓએ લુહાન્સ્ક ક્ષેત્રમાં સેવેરો ડોનિસ્ક અને રુબિઝેનને નુકસાન પહોંચાડ્યું હતું. યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે શનિવારે લુહાન્સ્ક અને ડોનેત્સ્ક વિસ્તારોમાં છ રશિયન લશ્કરી હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
Advertisement