Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આક્રમણના યુધ્ધ સાથે વિશ્વાસઘાતનું યુધ્ધ લડી રહેલું યુક્રેન

રવિવારે સામે આવેલા સમાચાર પ્રમાણે યુક્રેનની રાજધાની કીવ પછી યુક્રેનના ત્રણ મહત્વના શહેરો ઉપર પણ કરીબ કરીબ રશિયન આક્રમણ સફળ થઇ રહ્યું હોય તેવા સંકેતો મળે છે. સોશિયલ મિડીયા ઉપર આજે અને રોજે રોજ યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થીનીની હ્રદયદ્રાવક કથનીના અંતે કહે છે કે ‘મને લાગે છે કે આ કદાચ છેલ્લો વિડીયો હશે.’ સ્થિતી આપણે જાણીએ છીએ અને માનીએ છીએ તેના કરતા પણ વધુ દારૂણ અને કરૂણ છે. યુà
08:14 AM Feb 27, 2022 IST | Vipul Pandya
રવિવારે સામે આવેલા સમાચાર પ્રમાણે યુક્રેનની રાજધાની કીવ પછી યુક્રેનના ત્રણ મહત્વના શહેરો ઉપર પણ કરીબ કરીબ રશિયન આક્રમણ સફળ થઇ રહ્યું હોય તેવા સંકેતો મળે છે. સોશિયલ મિડીયા ઉપર આજે અને રોજે રોજ યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થીનીની હ્રદયદ્રાવક કથનીના અંતે કહે છે કે ‘મને લાગે છે કે આ કદાચ છેલ્લો વિડીયો હશે.’ 
સ્થિતી આપણે જાણીએ છીએ અને માનીએ છીએ તેના કરતા પણ વધુ દારૂણ અને કરૂણ છે. યુક્રેનની રાજકીય તરફદારી કરવાના ઉદ્દેશ્યથી નહીં પણ એક તટસ્થ વિશ્લેષક તરીકે છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકા, નાટો સંગઠન અને બીજા ઘણાં બધાં દેશો યુક્રેનની પીઠ થપથરાવતા હતા અને કહેતા હતા કે ‘ગભરાશો નહીં અમે તમારી સાથે છીએ’ પણ છેલ્લા દિવસોથી ચાલી રહેલા ભીષણ યુધ્ધમાં આ કહેવાતા હૈયાધારણ દેશોએ ઠાલા આશ્વાસનના વચનો સિવાય યુધ્ધમાં યુક્રેનને કોઇ સીધી મદદ કરી નથી.
રવિવારે બ્રીટન અને ફ્રાંસે અમે યુક્રેનની સાથે છીએ એવા આશ્વાસનનો સૂર વહેતો કર્યો છે પણ હજુ કોઇ નક્કર મદદ દૂરથી કે નજીકથી યુક્રેનને મળી નથી. લાગે છે કે બધા દેશો યુધ્ધની પરિસ્થીતી ઉભી થતા જ પોતાના દેશના અંગત હિતોની રખેવાળીની પ્રાથમિકતાઓથી આગળ વધ્યા નથી. ટીવી પર યુક્રેનના રાષ્ટ્રપતિના સંદેશાઓ સાંભળતા એમના બોલાતા વાક્યોની વચ્ચે ન બોલાતી નિરાશા અને એમની આંખોમાં લગભગ બધા દેશોએ કરેલા આ અકલ્પનીય વિશ્વાસઘાતના આઘાતની ભીનાશ જોવા મળેછે. 
શું કહેવાતા સમૃધ્ધ દેશોની સમૃધ્ધી પાછળ સંતાઇને પડેલો વિશ્વાસઘાત અને વચનભંગનો વરવો ઇતિહાસ ઠેરનો ઠેર જ હશે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવા પ્રશ્નોનો ઉત્તર નકારમાં મળે.
Tags :
GujaratFirst
Next Article