Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયા, યુક્રેન સામે લડી લેવાના મૂડમાં! સીમા પર રશિયન સૈનિકોની સંખ્યામાં કર્યો વધારો

છેલ્લા ઘણા દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે જંગ થાય છે તો સમગ્ર દુનિયાએ તેનો ભોગ બનવું પડશે. આની સૌથી વધુ અસર તેલ અને ઘઉંના બજાર પર પડશે. આ સિવાય યુક્રેનના શેરબજારમાં પણ ઉથલપાથલ થઈ શકે છે.રશિયાએ સેનાને યુદ્ધમાં આગળ વધવાનો આપ્યો આદેશરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું વાતાવરણ સમગ્ર દુનિયા માટે એક માથાà
06:59 AM Feb 21, 2022 IST | Vipul Pandya
છેલ્લા ઘણા દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે જંગ થાય છે તો સમગ્ર દુનિયાએ તેનો ભોગ બનવું પડશે. આની સૌથી વધુ અસર તેલ અને ઘઉંના બજાર પર પડશે. આ સિવાય યુક્રેનના શેરબજારમાં પણ ઉથલપાથલ થઈ શકે છે.
રશિયાએ સેનાને યુદ્ધમાં આગળ વધવાનો આપ્યો આદેશ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું વાતાવરણ સમગ્ર દુનિયા માટે એક માથાનો દુખાવો ઉભો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે. વળી, યુક્રેનના બે સૈનિકોના મૃત્યુ પછી, પરિસ્થિતિ વધુ ગંભીર દેખાવા લાગી છે. રશિયાએ દાવો કર્યો છે કે તે પોતાની સેના પાછી ખેંચી રહ્યું છે, પરંતુ અમેરિકાનું કહેવું છે કે સત્ય અલગ છે. બ્લાદિમીર પુતિનના શબ્દો અને કાર્યોમાં ફરક છે. હવે અમેરિકી ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ પોતાની સેનાને યુદ્ધમાં આગળ વધવાનો આદેશ આપ્યો છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને આશંકા વ્યક્ત કરી છે કે રશિયા કોઇ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેમણે એવી પણ આશંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા યુક્રેનની રાજધાની કીવ પર પણ હુમલો કરી શકે છે. દરમિયાન રશિયાએ બેલારુસમાં પરમાણુ કવાયત શરૂ કરી છે. રશિયન નેવીએ કાળ સમુદ્રમાં પણ કવાયત કરી હતી. 
રશિયન સૈનિકોની સંખ્યા ઘટવાને બદલે વધી
તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર પણ હુમલો કરી શકે છે. દરમિયાન રશિયાએ બેલારુસમાં પરમાણુ કવાયત કરી છે. રશિયન નેવીએ કાળા સમુદ્ર (Black Sea)માં પણ કવાયત શરૂ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તેની સરહદ પાસે 1.50 લાખથી વધુ સૈનિકો તૈનાત છે. થોડા સમય પહેલા સુધી 1 લાખ સૈનિકો તૈનાત હોવાના અહેવાલ હતા. થોડા દિવસો પહેલા રશિયાએ યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં રશિયન સૈનિકોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. રશિયાએ યુક્રેનની સરહદે ફાઈટર એરક્રાફ્ટ, લશ્કરી વાહનો અને સાધનો પણ તૈનાત કર્યા છે.
હુમલાની વાતને રશિયાએ નકારી
સેએનન આ વિશે કહે છે કે, રશિયન સૈન્યએ હજી સુધી હુમલાનો આદેશ આપ્યો નથી. એવું પણ બની શકે કે ગુપ્તચર વિભાગ પશ્ચિમી દેશોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે, રશિયાએ યુક્રેનની સરહદ પર 15 લાખ સૈનિકો મુક્યા છે. આમાંથી અડધા સૈનિકો હુમલાની સ્થિતિમાં છે. જોકે, રશિયાએ આ વાતને નકારી કાઢી હતી. તેણે યુક્રેન પાસેથી ખાતરી માંગી હતી કે તે ક્યારેય નાટોમાં જોડાશે નહીં.
મંદીની સ્થિતિ ઉભી થઇ શકે છે
જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે તો વિશ્વ મંદીમાંથી પસાર થઈ શકે છે. સૈન્ય કાર્યવાહીના કારણે આ બંને દેશોના બજાર પર મોટી અસર પડશે. તાજેતરના વધેલા તણાવને ધ્યાનમાં રાખીને બંને દેશોના ડૉલર બોન્ડ્સ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં ફોરેન એક્સચેન્જ માર્કેટમાં પણ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. 2014નું ઉદાહરણ લઈએ તો લિક્વિડિટી ગેપ અને યુએસ ડૉલરના સંગ્રહને કારણે તેની અસર સમગ્ર વિશ્વના બજારો પર જોવા મળી શકે છે.
Tags :
AmericaGujaratFirstjoebidenrussiaRussia-Ukraine-Conflictukraineuspresident
Next Article