Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા યુક્રેન યુદ્ધના પગલે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ખાદ્ય કટોટકી, ભારત પાસે માંગી મદદ

એકબાજુ આ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને બીજી તરફ આ યુદ્ધના પગલે અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી છે. તો સાથે સાથે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ખાદ્ય કટોકટી સર્જી છે. આ ક્ષેત્રના મોટાભાગના દેશો રશિયા અને યુક્રેન પાસેથી મોટાભાગનો ઘઉં ખરીદે છે, પરંતુ યુદ્ધને કારણે આ દેશોને ઘઉંનો પુરવઠો બંધ થઈ ગયો છે. લેબનોન પણ એ જ દેશોમાં સામેલ છે જે તેનો 60 ટકા
રશિયા યુક્રેન યુદ્ધના
પગલે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ખાદ્ય કટોટકી  ભારત પાસે માંગી મદદ

એકબાજુ આ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું
નામ નથી લઈ રહ્યું અને
બીજી તરફ આ યુદ્ધના પગલે અનેક દેશોની અર્થવ્યવસ્થા
ડામાડોળ થઈ રહી છે. તો સાથે સાથે
મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ખાદ્ય કટોકટી
સર્જી છે. આ ક્ષેત્રના મોટાભાગના દેશો રશિયા અને યુક્રેન પાસેથી મોટાભાગનો ઘઉં
ખરીદે છે
, પરંતુ યુદ્ધને કારણે આ દેશોને ઘઉંનો
પુરવઠો બંધ થઈ ગયો છે. લેબનોન પણ એ જ દેશોમાં સામેલ છે જે તેનો
60 ટકા ઉપયોગ રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. પરંતુ હવે લેબનોનની
સામે ખાદ્યપદાર્થનું ઊંડું સંકટ ઊભું થયું છે
. જે પછી તે મદદ માટે ભારત આવ્યું છે. તુર્કીની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ લેબનાનના અર્થતંત્ર અને વેપાર મંત્રી અમીન સલામે લેબનોનમાં ભારતના
રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરી છે. આ બેઠક દરમિયાન લેબનાના મંત્રીએ
ભારતીય રાજદૂતને રશિયન હુમલાને કારણે ઉભી થયેલી ખાદ્ય સંકટમાં લેબનોનને મદદ કરવા
માટે આહ્વાન કર્યું હતું.

Advertisement


આ મીટિંગ પછી લેબનીઝ ઈકોનોમી મિનિસ્ટ્રીએ પણ એક નિવેદન બહાર પાડ્યું જેમાં અમીન
સલામને ટાંકીને કહેવામાં આવ્યું કે
, 'સલામ લેબનોનમાં
ભારતના રાજદૂત ડૉ. સોહેલ એજાઝ ખાનને તેમની ઓફિસમાં મળ્યા હતા. ભારતના રાજદૂતે
તેમને ખાતરી આપી હતી કે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે અને તે જરૂરી જથ્થો લેબનોન
પહોંચાડશે. આ બેઠકનો હેતુ યુક્રેન કટોકટી બાદ ઉભી થયેલી ખાદ્ય સંકટની સ્થિતિનો
સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવાનો હતો. 
લેબનોન પણ તેના ખાદ્ય સંકટને પહોંચી વળવા માટે તુર્કી સાથે સતત
વાટાઘાટો કરી રહ્યું છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે અમીન સલામ લેબનોનમાં તુર્કીના રાજદૂતને પણ મળ્યા હતા. લેબનોન દર મહિને
50
હજાર ટન ઘઉં ખરીદે છે. યુક્રેન સંકટને કારણે
તેને ઘઉંની સપ્લાય કરવામાં આવી રહી નથી. ભારત ઉપરાંત લેબનોન પણ ઘઉંની ખરીદી માટે
અન્ય દેશો સાથે વાત કરવા જઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.