ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયાની 100 મિલિયનની લોન ચૂકવવાની છેલ્લી તારીખ પૂરી થઈ, દેવાદાર બન્યું રશિયા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અર્થતંત્ર પર પડી રહેલી અસર હવે સ્પષ્ટપણે જોઈ શકાય છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, સદીમાં પ્રથમ વખત રશિયા વિદેશી દેવું ચૂકવવામાં અસફળ રહ્યું છે. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા સખત પ્રતિબંધો પછી વિદેશી લેણદારોને પૈસા ચૂકવવાના લગભગ તમામ રસ્તાઓ તેના માટે બંધ થઈ ગયા છે. છેલ્લાં કેટલાક મહિનાથી રશિયા પ્રતિબંધોમાંથી બહાર નીકળવાના તમાàª
01:43 PM Jun 27, 2022 IST | Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અર્થતંત્ર પર પડી રહેલી અસર હવે સ્પષ્ટપણે જોઈ શકાય છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, સદીમાં પ્રથમ વખત રશિયા વિદેશી દેવું ચૂકવવામાં અસફળ રહ્યું છે. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા સખત પ્રતિબંધો પછી વિદેશી લેણદારોને પૈસા ચૂકવવાના લગભગ તમામ રસ્તાઓ તેના માટે બંધ થઈ ગયા છે. છેલ્લાં કેટલાક મહિનાથી રશિયા પ્રતિબંધોમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો કરી ચૂકી છે, પરંતુ આખરે 27મે રવિવારના રોજ અંદાજે 100 મિલિયન ડોલર વ્યાજ ચૂકવવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ હતી. આ સમયમર્યાદા પૂર્ણ થવાનું એવું દર્શાવે છે કે, રશિયા લોન ચૂકવવામાં અસફળ રહી છે. 
રશિયાની કરન્સી યૂરોબોન્ડ માર્ચના પહેલા અઠવાડિયાથી જ નીચલા સ્તર પર ટ્રેડ થઈ રહી છે. હાલમાં રશિયાની સૌથી મોટી બેન્ક વૈશ્વિક નાણાકીય તંત્ર દ્વારા ચાલી રહી છે. આથી રશિયાની કેન્દ્રિય બેન્ક( મધ્યસ્થી બેન્ક)ની મૂડીઓ પણ હવે કોઈપણ રીતે ઉપયોગી સાબિત થઈ રહી નથી. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી જ તેને મોટી પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ હવે દેવું ચૂકવવામાં અસફળ રહેલું રશિયા તેની ડૂબી રહેલી અર્થવ્યવસ્થા દર્શાવી રહ્યું છે. રશિયામાં ડબલ ડિજિટમાં મોંધવારી જોવા મળી રહી છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી રશિયાની અર્થવ્યવસ્થા  સૌથી મોટી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. 
રશિયાએ દેવા વિશે જો વાત કરીએ તો રાષ્ટ્રની જમા પૂજીમાંથી તેને કોઈપણ રીતે બિલ ચુકવવા અંગેની મંજૂરી આપવામાં આવતી નથી. ગયા અઠવાડિયે રશિયાએ જાહેરાત કરી હતી કે, તે 40 અબજ ડોલરનું બાકી સાર્વજનિક દેવું રૂબલમાં ચૂકવશે. તેમને વધુમાં જણાવતાં કહ્યુ કે, પશ્ચિમી દેશો દ્વારા એવી પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે જેથી તે સમયસર તેનું દેવું ચૂકવી શકે નહીં.
લૂમિસ સેલિસ એન્ડ કંપની એલપીમાં વરિષ્ઠ વિદેશી  અર્થશાસ્ત્રી એવા હસન મલિકે જણાવ્યું કે, એવું ભાગ્યે જ બને છે કે, કે કોઈ સરકાર પાસે દેવું ચૂકવવાની ક્ષમતા હોય છે પરંતુ  અન્ય દેશની સરકાર તેને દેવું ચૂકવવામાં નિષ્ફળ બનાવે છે. 
તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રકારની કેટલીક ઔપચારિક જાહેરાતો કોઈ રેટીંગ કંપની દ્વારા કરવામાં આવે છે. પરંતુ યૂરોપીય પ્રતિંબંધોને કારણે આવી રેટીંગ કંપનીઓ રશિયન સંસ્થાઓની રેટીંગ કરવાનું ટાળતા હોય છે. લોન ચૂકવવાની તારીખો પછી હવે જોવાનું એ રહેશે કે, રશિયા રોકાણમાં આગળ શું કરે છે. બોન્ડ દસ્તાવેજના અનુસાર, તેઓને તાત્કાલિક કશું કરવાની જરૂર નથી. તેઓને યુદ્ધની સ્થિતિને જોઈ આશા રાખી શકે છે કે, પ્રતિબંધોને પછીથી હળવા કરવામાં આવે. જો કે, લેણદારોને લોનની તારીખથી 3 વર્ષ સુધી દેવું ચૂકવવા અગે રાહ જોવી પડશે. 
ટોક્યો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી તાકાહીદે કિયુચીએ જણાવ્યું છે કે, મોટાભાગના લેણદારો હાલની પરિસ્થિતિ માં રાહ જોવા અંગેની નિતી પર ચાલશે. રશિયા 1988ના નાણાકીય સંકટના સમયે જ્યારે રૂબલની કિંમત ઘટી ગઈ હતી ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ બોરીસે યેલ્તસિનની સરકારે 40 અબજ ડોલરની સ્થાનિક લોન ચૂકવવામાં અસફળ રહી હતી. 
100 વર્ષ પહેલા વર્ષ 1918માં રશિયા વિદેશી દેવાદારોના પૈસા ચૂકવવામાં અસફળ રહ્યું હતું. તે સમયે વ્લાદિમીર લેનિના શાસન દરમિયાન બોલ્શેવિક્સ પર જૂના દેવાઓનો બોજ આવ્યો હતો.
 
આ પણ વાંચો - બાંગ્લાદેશમાં ચોખાની અછત, ભારતમાં ચોખાનો ભાવ 10 ટકા વધ્યો
Tags :
100millionloanrepaymentdeadlineeconomicalconditioninRussiaGujaratFirstrussiaRussiabecameadebtorRussianeconomyRussiaukrianwar
Next Article