રશિયાએ નિભાવી મિત્રતા, PoK અને અક્સાઈ ચીનને ગણાવ્યા ભારતનો ભાગ
વધુ એકવાર ભારતની તરફેણમાં રશિયા રશિયા અને ભારત વચ્ચેની અતૂટ મિત્રતાની સાબિતી અનેક પ્રસંગોએ સામે આવતી રહી છે. ફરી એકવાર પાકિસ્તાન અને ચીન આતંકવાદના સમર્થન પર એક અવાજે બોલી રહ્યા છે ત્યારે રશિયાએ નકશો જાહેર કરીને આ બંને દેશોની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.POK અને અક્સાઇ ચીનને ગણાવ્યા ભારતનો હિસ્સો રશિયન સમાચાર એજન્સી સ્પુતનિક દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં પાકિસ્તાનના
Advertisement

વધુ એકવાર ભારતની તરફેણમાં રશિયા
રશિયા અને ભારત વચ્ચેની અતૂટ મિત્રતાની સાબિતી અનેક પ્રસંગોએ સામે આવતી રહી છે. ફરી એકવાર પાકિસ્તાન અને ચીન આતંકવાદના સમર્થન પર એક અવાજે બોલી રહ્યા છે ત્યારે રશિયાએ નકશો જાહેર કરીને આ બંને દેશોની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.
POK અને અક્સાઇ ચીનને ગણાવ્યા ભારતનો હિસ્સો
રશિયન સમાચાર એજન્સી સ્પુતનિક દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને અક્સાઈ ચીન સાથે ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ નકશો રશિયા દ્વારા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે એસસીઓના સભ્ય દેશોના નક્શા જાહેર કરવામાં આવ્યા ત્યારે સામે આવ્યો છે..ભારત-રશિયાની મિત્રતા કેટલી ગાઢ છે, તે આના પરથી સાબિત થાય છે. પાકિસ્તાન અને ચીન પણ SCOના સભ્ય છે, અને તેમની પરવા કર્યા વિના રશિયાએ આ નકશો જારી કર્યો છે. રશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નકશાએ વિશ્વ મંચ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભારતનું વલણ વધુ મજબૂત બનાવ્યું છે.