અમેરિકાની ચેતવણી બાદ રશિયાએ કર્યું મોટું એલાન, “અમે ભારતને જે પણ કહે તેની સપ્લાય કરવા તૈયાર”
છેલ્લા 36 દિવસથી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વિશ્વના અનેક દેશો
રશિયા સાથે સંબંધ તોડી રહ્યા છે અને વિવિધ પ્રતિબંધો લગાવી રહ્યા છે. ત્યારે
વિશ્વથી અલગ પડી ગયેલા દેશ માટે ભારત સંકટ મોચક બનીને આવ્યું છે. ભારત મિત્રતા
નિભાવી રહ્યું છે. જેના પગલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનો દિલથી આભાર
માન્યો છે. હાલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ ભારતના પ્રવાસે છે. લોવરોવે
યુક્રેન મામલાને લઈને ભારતના વલણના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હું ભારતનો
આભાર માનું છું કે તેમણે એકબાજુ કોઈપક્ષ ન રાખીને સમગ્ર સ્થિતિને સમજી રહ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે
કહ્યું છે કે અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર છીએ, જે તે અમારી પાસેથી ખરીદવા માંગે છે. અમે ચર્ચા માટે તૈયાર છીએ.
લવરોવે કહ્યું કે રશિયા અને ભારતના ખૂબ સારા સંબંધો છે. જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ
લવરોવને પૂછવામાં આવ્યું કે શું ભારત પર અમેરિકાનું દબાણ ભારત-રશિયા સંબંધોને અસર
કરશે ? લવરોવે કહ્યું કે મને કોઈ શંકા નથી કે કોઈપણ દબાણ અમારી ભાગીદારીને
અસર કરી શકે.