Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ મોસ્કોવા પર હુમલાથી ભડક્યું રશિયા, World War 3નું કરી દીધું એલાન

હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આ સમાચાર વિશ્વ માટે મોટી ચિંતા પ્રગટ કરે છે. મળતી માહિતી મુજબ હવે રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધનું એલાન કરી દીધું છે. યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન નૌકાદળના યુદ્ધ જહાજ મોસ્કવા ડૂબી ગયા બાદ રશિયાની સરકારી ન્યૂઝ ચેનલે ત્રીજા વિશ્વ યુદ્ધની જાહેરાત કરી છે. જો કે રશિયાની સરકાર મોસ્કોવાના ડૂબવા પાછળનું બીજું કારણ આપી રહà«
કાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ મોસ્કોવા પર હુમલાથી ભડક્યું રશિયા  world war 3નું કરી દીધું એલાન

હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આ
સમાચાર વિશ્વ માટે મોટી ચિંતા પ્રગટ કરે છે. મળતી માહિતી મુજબ હવે રશિયાએ ત્રીજા
વિશ્વ યુદ્ધનું એલાન કરી દીધું છે.
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન નૌકાદળના યુદ્ધ જહાજ મોસ્કવા ડૂબી
ગયા બાદ રશિયાની સરકારી ન્યૂઝ ચેનલે
ત્રીજા વિશ્વ યુદ્ધની જાહેરાત કરી છે.
જો કે રશિયાની સરકાર મોસ્કોવાના ડૂબવા પાછળનું બીજું કારણ આપી રહી છે. રશિયાનું
કહેવું છે કે જહાજ પર દારૂગોળો ફાટવાને કારણે મોસ્કવા સ્થિર રહી શક્યું નહીં
, જેના કારણે તે ડૂબી ગયું. બીજી તરફ યુક્રેનનો દાવો છે કે તેમની
નેપ્ચ્યુન મિસાઈલે કાળા સમુદ્રમાં ઉભેલા મોટા રશિયન યુદ્ધ જહાજને નષ્ટ કરી દીધું
છે.

Advertisement


રશિયા 1 જેને ક્રેમલિનનું મુખપત્ર કહેવામાં આવે છે તે રશિયન યુદ્ધ જહાજના ડૂબવાના કારણે એકદમ આક્રમક લાગે છે. ટીવી
પ્રસ્તુતકર્તા ઓલ્ગા સ્કાબાયેવાએ આ વિશે કહ્યું કે જે રીતે યુદ્ધ જહાજ પર હુમલો
કરીને યુદ્ધને આગળ ધપાવવામાં આવ્યું છે.
તમે તેને ત્રીજા વિશ્વ યુદ્ધની નિશાની તરીકે સમજી શકો છો. તેમણે
ભારપૂર્વક કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ એકદમ નિશ્ચિત છે. તેમણે આગળ કહ્યું- હવે
અમે ચોક્કસપણે નાટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે લડી રહ્યા છીએ. ટીવી શોના એક અતિથિએ
મોસ્કોવાના ડૂબવાને રશિયા પરનો હુમલો ગણાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે
યુદ્ધ જહાજમાં આગ લાગવાને કારણે તે દરિયામાં ડૂબી ગયું હતું.

Advertisement


મોસ્કવા વિશે એવું
કહેવાય છે કે તે રશિયાનું આધુનિક યુદ્ધ જહાજ હતું
, જે એક સાથે 16 મિસાઈલ લઈ જવા માટે સક્ષમ હતું. નિષ્ણાતો માને છે કે મોસ્કવા
ડૂબવાથી કાળા સમુદ્રમાં રશિયાની સૈન્ય ક્ષમતા પર મોટી અસર પડશે. આ સિવાય રશિયા પણ
મોસ્કોવાના ડૂબવાને તેની પ્રતિષ્ઠા સાથે જોઈ રહ્યું છે કારણ કે યુદ્ધની શરૂઆતથી
અત્યાર સુધી તેને આટલું મોટું નુકસાન થયું નથી. એવું માનવામાં આવે છે કે મોસ્કોવા
ડૂબવાથી રશિયા સ્તબ્ધ થઈ ગયું છે અને તેને નાટો સૈન્યનું કાવતરું ગણાવી રહ્યું છે.
આવનારા સમયમાં રશિયા પર કોઈ મોટો હુમલો વિશ્વ યુદ્ધ-
3ની શરૂઆતનું કારણ બની શકે છે.

Advertisement

Tags :
Advertisement

.