ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુક્રેન પર રશિયાએ તેજ કર્યા હુમલાઓ, ભારે તબાહી વચ્ચે 21 લોકોના મોત

રશિયા-યુક્રેન યુદ્ધમાં છેલ્લા 24 કલાકમાં ભારે વિનાશ થયો છે અને પૂર્વી યુક્રેનમાં 21 લોકો માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રશિયા યુક્રેન પર જોરદાર હુમલા કરી રહ્યું છે અને આ ગોળીબારના કારણે કુલ 53થી વધુ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનમાં 22માં દિવસે પણ અશાંતિ છવાયેલી રહી. રશિયન મિસાઇલો અને બોમ્બથી ત્રણ શહેરોમાં ઘણી ઇમારતોને ખરાબ રીતે નુકસા
06:15 PM Mar 17, 2022 IST | Vipul Pandya

રશિયા-યુક્રેન યુદ્ધમાં છેલ્લા 24 કલાકમાં ભારે વિનાશ થયો છે અને પૂર્વી યુક્રેનમાં 21 લોકો માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રશિયા યુક્રેન પર
જોરદાર હુમલા કરી રહ્યું છે અને આ ગોળીબારના કારણે કુલ
53થી વધુ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ યુદ્ધનો સામનો કરી રહેલા
યુક્રેનમાં
22માં દિવસે પણ અશાંતિ છવાયેલી રહી.
રશિયન મિસાઇલો અને બોમ્બથી ત્રણ શહેરોમાં ઘણી ઇમારતોને ખરાબ રીતે નુકસાન થયું છે.
અડધી રાત્રે પણ હુમલાઓ થઈ રહ્યા છે અને દિવસ દરમિયાન ઘણી વખત વિસ્ફોટ થાય છે.
રાજધાની કિવને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના પર અડધી રાત્રે પણ
હુમલો કરવામાં આવે છે.


યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ રહેણાંક વિસ્તારોમાં
નાગરિકોના ઘરો અને ઇમારતોને નિશાન બનાવ્યા છે. રશિયન સેના જોરશોરથી હુમલો કરી રહી
છે. કિવ બાદ ખાર્કિવ પર ભારે તોપમારો થયો છે અને આખું શહેર ખંડેર જેવું બની ગયું
છે. સેંકડો મકાનોને નુકસાન થયું છે. બજારો અને અન્ય ઈમારતો પર હજુ પણ હવાઈ હુમલા
થઈ રહ્યા છે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેનના પૂર્વ વિસ્તારમાં
રશિયન હુમલામાં ઓછામાં ઓછા
21 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ
થયા છે. ઘાયલોને સારવાર આપવાના પ્રયાસો ચાલુ છે.


યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે યુક્રેન યુદ્ધના કારણે રશિયા
સાથે મંગળ મિશન મોકૂફ રાખવામાં આવ્યું છે. અગાઉ રશિયન-યુરોપિયન મંગળ મિશન વિશે ઘણી
ચર્ચાઓ થઈ હતી. હવે સમાચારમાં કહેવામાં આવ્યું છે કે જાણીજોઈને નાગરિકોને નિશાન
બનાવીને કરવામાં આવેલા હુમલામાં યુક્રેનના
108 માસૂમ બાળકોના મોત થયા છે. આ આંકડો યુક્રેન દ્વારા જાહેર કરવામાં
આવ્યો છે. યુક્રેનને રશિયન હુમલાથી બચાવવામાં બ્રિટન મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.
બ્રિટને યુક્રેનની નજીકના દેશ પોલેન્ડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લગાવવાની વાત કરી
છે
, જેથી તે યુક્રેનને મદદ કરી શકે.

Tags :
GujaratFirstKharkivMissilerussiarussiaukrainewarukraine
Next Article